

એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યૂસર જિતેન્દ્રનો 7 એપ્રિલના રોજ જન્મદિવસ છે. જીતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર છે. ડાયરેક્ટર વી શાંતારામે તેમને જીતેન્દ્ર નામ આપ્યું હતું. અભિનેતા જીતેન્દ્ર બોલિવૂડના પહેલા રિયલ ડાન્સિંગ સ્ટાર છે. મુંબઇના ગોરેગામમાં યુવકોને એક સમૂહ હંમેશા ફિલ્મનો પહેલો શો જોતા અને તે પછી ફિલ્મ અંગે પોતાના પ્રતિભાવ આપતા. એક વાર નિર્માતા નિર્દેશક વી શાંતારામ ફિલ્મ જોવા ગયા અને તેમણે આ યુવકોને ફિલ્મ અંગે વાત કરતા જોયા. તેમાંથી એક યુવકથી શાંતરામ ખૂબ જ પ્રભાવિત થયા અને આ યુવકને પોતાની ફિલ્મોમાં કામ કરવા માટે તક આપવાનો તેમને નિર્ણય કર્યો.


આ યુવક હતો રવિ કપૂર જેનું પાછળથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જિતેન્દ્ર નામ પડ્યું અને તે પ્રસિદ્ધ થયો. 7 એપ્રિલ 1942માં સોનીના પરિવારમાં જન્મેલા જિતેન્દ્રને નાનપણથી જ ફિલ્મો તરફ સૌથી વધુ મોહ હતો. તે એક્ટર બનવા માંગતા હતા. અને તે ઘરથી છુપાવીને ફિલ્મ જોવા જતા રહેતા હતા. જીતેન્દ્રએ પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત 1959માં રજૂ થયેલી ફિલ્મ નવરંગથી કરી. જેમાં તેમની નાનકડી ભૂમિકા હતી.


તે પછી 5 વર્ષ સુધી જીતેન્દ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા બનવા માટે પ્રયાસ કરતા રહ્યા. 1964માં તેમને વી શાંતારામની પહેલી ફિલ્મ ગીત ગાયા પથ્થરોમાં હિરો તરીકે કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં જીતેન્દ્રએ પોતાની ઓળખ બનવવામાં સફળતા મળી. તે પછી 1967માં જીતેન્દ્રને ફર્જ કરી વધુ એક સુપરહિટ ફિલ્મ મળી. રવિકાંત નગાઇટ નિર્દેશિત ફિલ્મમાં તેમણે મસ્ત બહારો કા મેં આશિક ગીત કરી બોલિવૂડના પહેલા ડાન્સિંગ સ્ટાર તરીકે પોતાની ઓળખ મેળવી. અને તે દર્શકોમાં લોકપ્રિય થઇ ગયા.


જીતેન્દ્રને લઇને એક કહાની ખૂબ જ પોપ્યુલર થઇ હતી કે તે હેમા માલિની લગ્ન માટે હા કહેવા માટે મદ્રાસ દોડી ગયા હતા. તેમણે પોતાની માંથી હેમા માલિની મા સાથે વાત કરાવી. પણ હેમા જ્યારે ધર્મેન્દ્રને પોતાનું મન આપી ચૂકી હતી. અને તેની માતા પણ લગ્નનો નિર્ણય હેમા માલિની પર છોડ્યો હતો.