1/ 10


મુંબઈઃ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાનદાર એક્ટિંગ માટે ઓળખાતા અભિનેતા ઈરફાન ખાન 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી ગયા છે. તેમનું મોત કેન્સરના કારણે થયું છે. તેઓ થોડાક વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા અને આ જંગની વચ્ચે તેઓએ પોતાના પ્રશંસકોને સરપ્રાઇઝ આપતાં ફિલ્મ અંગ્રેજી મીડિયમ પૂરી કરી હતી. આ ઈરફાનની અંતિમ ફિલ્મ હતી અને તેમાં શાનદાર પર્ફોમન્સ દ્વારા તેઓ પોતાને એક્ટર તરીકે અમર કરી ગયા છે. ઈરફાનને એક્ટિંગની સાથે-સાથે સૌથી વધુ વખાણ પોતાની ડાયલૉગ ડિલીવરીના કારણે પણ થતા હતા. ચાલો જાણીએ ઈરફાનના એ ડાયલૉગ્સ જેને ક્યારેય નહીં ભૂલાય...