કોઈને ઠગ (Fraud)તા જોવા તેનાથી બેસ્ટ મનોરંજન બીજું કંઈ નથી. બોલીવુડ (Bollywood)માં આ ટોપિકને લઈને અનેક ફિલ્મો બનાવવામાં આવી છે. આ ફિલ્મો પડદા પર હિટ (Bollywood hit Film) ગઈ છે અને સાથે સાથે દર્શકોને પણ આ ફિલ્મ હંમેશા માટે યાદ રહી ગઈ હશે. આવી ફિલ્મો વિશે અહીં બતાવવામાં આવ્યું છે, જેમાં શાતીર ચોરોએ દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.
ખોસલા કા ઘોસલા - આ ફિલ્મમાં મધ્યમવર્ગીય પરિવારની કહાની બતાવવામાં આવી છે. જેમના પ્લોટ પર એક વ્યક્તિએ કબ્જો કરી લીધો. તે બાદ આ મધ્યમવર્ગીય પરિવાર તેની સાથે એવી ઠગાઈ કરે છે કે તે વ્યક્તિને કંઈ ખબર નથી પડતી કે, તેની સાથે શું થયું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, બોમન ઈરાની, રણવીર શૌરી જેવા કલાકારોએ કામ કર્યું છે.