Bollywood Interesting Lovestory: બોલીવુડ ફિલ્મો (Bollywood Movie) 2 વ્યક્તિઓ વચ્ચેના પ્રેમને બખૂબી દર્શાવે છે. આ ફિલ્મો જોઈને કોઈ પણ વ્યક્તિને હેપ્પીલી એવર આફ્ટરમાં વિશ્વાસ થઈ જાય તેમાં કોઈ બે મત નથી, પણ રીલ અને રીયલમાં ઘણો ફરક હોય છે. આપણા ફેવરેટ સ્ટાર્સની વાત કરવામાં આવે તો તેમાંથી કેટલાકને પ્રેમ (Bollywood Stars Lovestory)માં ખૂબ ખરાબ અનુભવ થયા છે અને તેમના દિલ તૂટ્યાં છે. આજે અહીં કેટલાક બોલીવુડ કપલ (Bollywood Couple) વિશે વાત કરીશું જેમણે સગાઈ તો કરી પણ લગ્ન ના કર્યા.
સલમાન ખાન અને સંગીતા બિજલાની (Salman Khan Sangeeta Bijlani)- હાલમાં તો સલમાન ખાન લગ્ન કરવાની ના પાડે છે અને કાયમ સિંગલ જ રહેવા માંગે છે પણ એક વખત એવો પણ હતો જ્યારે તેમનો પ્રેમ સેટલ થવા માટે તૈયાર હતો. સંગીતા અને સલમાને એકબીજાને લગભગ 10 વર્ષ સુધી ડેટ કર્યા હતા. કોફી વિથ કરણ (Coffee with Karan)ના એક એપિસોડમાં સલમાને કહ્યું હતું કે તે અને સંગીતા લગ્ન કરવાના જ હતો. સલમાને જણાવ્યું કે એક વખત એવો હતો કે જ્યારે હું ખરેખર લગ્ન કરવા માંગતો હતો પમ તે શક્ય ન થયું. હું લગ્ન કરવાને કૂબ નજીક હતો. પણ કદાચ આ બોયફ્રેન્ડ જ ઠીક છે, આને આખી જિંદગી વેઠવો પડશે જેવા વિચારને કારણે આ ન થઈ શક્યું. સંગીતા સાથે સલમાનના લગ્નના કાર્ડ પણ છપાઈ ચુક્યા હતા. ત્યાર બાદ સંગીતાએ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા.
કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચન (Karishma Kapoor Abhishek Bachchan)-વર્ષ 2000ની આસપાસ જ્યારે અભિષેક બચ્ચને કરિના કપૂર સાથે ફિલ્મ રેફ્યુજીમાં ડેબ્યુ કર્યો હતો, તે જ વખતે કરિશ્મા સાથે અભિષેકની સગાઈના વાતે તમામને આશ્ચર્યમાં નાખી દીધો હતા. વાત સામે આવ્યા પછી બન્ને પરિવારો એકસાથે પણ દેખાવા લાગ્યા હતા. સગાઈ પહેલા એકબીજાના પ્રેમમાં પાગલ આ બન્ને કેમ છુટા પડ્યા તે કોઈને ખબર પડી નથી.
રવિના ટંડન અને અક્ષય કુમાર (Ravina Tandon Akshay Kumar)- 90ના દશકમાં અક્ષય અને રવિના બોલીવુડના હોટેસ્ટ કપલ હતા. તેમના ફ્ન્સ પણ તેમને ખૂબ પસંદ કરતા હતા, પણ જ્યારે તેમની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા તો તેમના ફેન્સના પણ દિલ તૂટી ગયા. આ પછી ટ્વિંકલ સાથે લગ્ન કરતા પહેલા અક્ષય કુમાર શિલ્પા શેટ્ટીને પણ ડેટ કરતો હોવાના સમાચેર વહેતા થયા હતા.