વર્ષ 2008માં 3 જૂનના રોજ જન્મેલ હર્ષાલી મલ્હોત્રા પુરા 10 વર્ષની થઈ ગઈ છે. આ 10 વર્ષમાં તે દુનિયાભરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. 2015માં તે સલમાન ખાન સાથે ફિલ્મ બજરંગી ભાઈજાનમાં જોવા મળી હતી. ત્યારબાદથી તેના ફેંસની સંખ્યા સતત વધી રહી છે. આજે તેના બર્થ-ડે પર જોઈએ કે વિતેલા ત્રણ વર્ષમાં કેટલી બદલાઈ ગઈ છે હર્ષાલી અને કેવો રહ્યો તેની અત્યાર સુધીની સફર.