બોલિવૂડ અભિનેતા અને સુપરસ્ટાર શાહિદ કપૂર (Shahid Kapoor) આજે 39 વર્ષનો થયો. આજે તેમની ગણતરી તે વર્સેટાઇલ એક્ટર્સ તરીકે થાય છે. શાહિદની પહેલી ફિલ્મ ઇશ્ક વિશ્કથી તે લાખો યુવતીના મન પર ચોકલેટી હિરો તરીકે રાજ કરવા લાગ્યા. તે પછી તેમની ચોકલેટી બોયની ઇમેજ બની રહી. આમ તો શાહિદને એક્ટિંગ તેમના પિતા પંકજ કપૂરની વિરાસતમાં મળી છે. પણ દિલ તો પાગલ હૈ અને તાલ જેવી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કરનાર શાહિદને ઇશ્ક વિશ્કથી લીડિંગ રોલ મેળવવા માટે ખૂબ સ્ટ્રગલ કરવી પડી. આ વચ્ચે તે મ્યૂઝિક વીડિયોમાં પણ નજરે પડ્યા.