પરદે મે રહેનો દો, ચુરા લીયા હૈ તુમને જો દીલકો, ઉડે જબ-જબ જુલ્ફે તેરી અને જરા સા ઝૂમ લૂ મે... જેવા ગીતો માટે ઓળખાતી મેલોડી ક્વિન આશા ભોસલે આજે 85 વર્ષના થઈ ગયા છે. સૌથી વધારે ગીત ગાવાનો રેકોર્ડ કરવા માટે આશા તાઈ રેકોર્ડ બનાવી ચુકી છે, પરંતુ જિંદગીની સફર માત્ર રેકોર્ડ બનાવવા સુધી સિમીત નથી રહેતી, કેટલાક રેકોર્ડ બ્રેક પણ થાય છે અને રેકોર્ડ બનાવવા માટે પોતાની જાતને તોડવી પણ પડે છે. આશા તાઈની પ્રાઈવેટ જિંદગી પણ આવા કેટલાએ બ્રેકઅપ્સ સાથે વીતી છે. તેમની આ કહાનીમાં મહત્વની ભૂમિકા રહી તેમની મોટી બહેન અને સુર સામ્રાજ્ઞી લતા મંગેશ્કરની. તો જોઈએ બે બહેનોની રસપ્રદ કહાની.
પરંતુ આશા બાળપણથી જ એક અલગ મિજાજની હતી. તેમને કોઈ પમ પ્રકારના નિયમોના બંધનમાં બંધાવાનું પસંદ ન હતું. તેમણે પોતાના માટે અલગ રસ્તો શોધ્યો. 16 વર્ષની ઉંમરમાં જ આશાએ ગમપતરાવ ભોંસલે સાથે લગ્ન કરી લીધા. ગણપતરાવ તે સમયે 31 વર્ષના હતા. બહુ ઓછા લોકો જાણતા હશે કે, તે સમયે ગણપત રાવ લતા મંગેશ્કરના સેક્રેટરી હતા.
આર. ડી. બર્મન પણ પહેલા લગ્ન કરી ચુકેલા હતા અને પહેલી પત્ની રીટા પટેલ સાથે છૂટા-છેડા લઈ ચુક્યા હતા. બંનેનો સંગીત પ્રેમ તેમને નજીક લઈ આવ્યો, અને 6 વર્ષ નાના આરડી. બર્મને આશા તાઈને પ્રપોઝ કરી દીધુ. આ પ્રપોઝલના ઘણા લાંબા સમય બાદ આશા તાઈ તેમની સાથે લગ્ન કરવા રાજી થયા અને 1980માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા.