

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન પછી તેના હમશક્લ સચિન તિવારી (Sachin Tiwary) સોશિયલ મીડિયામાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. એક્ટરના નિધન પછી વિજય શેખર ગુપ્તા તેની પણ ફિલ્મ બનાવાની જાહેરાત કરી ચૂક્યા છે. અને આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતના હમશક્લ સચિન તિવાર કામ કરશે તે વાત પણ સામે આવી છે. આ ખબર પછી સચિન હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જો કે સચિન એકલા જ નથી બોલિવૂડ સેલેબ્રિટી, જાણીતા સ્ટાર્સ, એક્ટર એક્ટ્રેસીસના સોશિયલ મીડિયા પર બીજા પણ અનેક જાણીતા હમશક્લ છે. હાવમાં જ રણબીર કપૂર (Ranbir kapoor) હમશક્લ જુનૈદ શાહ (Junaid Shah) હાલમાં જ કાર્ડિયેક એરેસ્ટની નિધન થયું હતું. (photo credit: instagram/@junaid_shah_rk/@officialtiwarisachin)


સુશાંત સિંહ રાજપૂતના હમશક્લ સચિન તિવારી બિલકુલ સુશાંત જેવો જ અમુક એન્ગલથી દેખાય છે. સોશિયલ મીડિયામાં હાલ તેની ખૂબ ચર્ચા છે. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રહેતા સચિન હવે ફિલ્મોમાં પણ નજર આવશે. આ ફિલ્મને નિર્દેશક વિજય શેખર ગુપ્તા રજૂ કરશે. (Photo credit: instagram/@officialtiwarisachin)


જુનૈદ શાહ રણબીર કપૂર જેવા જ દેખાય છે. તેમનો ચહેરો જોઇને રણબીર કપૂરના પિતા અને દિંગવંત બોલિવૂડ એક્ટર ઋષિ કપૂર પણ હેરાન રહી ગયા હતા. તેમના ચહેરા વચ્ચે એટલી સમાનતા હતી કે ઋષિ કપૂર અને જુનૈદ એક તસવીર પણ હતી.


કેટરીના કૈફની હમશક્લનું નામ છે એલીના રાય. સોશિયલ મીડિયામાં એલીના રાય ખૂબ જ એક્ટિવ રહે છે. ટિક ટૉક પર પણ એલીનાના લાખો ફોલોવર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર પણ તેમનું મોટું ફેન ફોલોઇંગ છે. જે મામલે તે અનેક મોટા સ્ટાર્સને ટક્કર આપી ચૂકી છે. (photo credit: instagram/@alinarai07)


બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની જેવી જ દેખાય છે અમેરિકન સિંગર જૂલિયા માઇકલ. લોકોએ તેમની અનેક તસવીરો કોલાજ કરીને સોશિયલ મીડિયામાં મૂકી છે જેમાં બંને વચ્ચે ફરક કરવો મુશ્કેલ છે. (photo credit: instagram/@juliamichaels/@anushkasharma)


જૂના સમયની જાણીતી અભિનેત્રી મધુબાલાની પણ સોશિયલ મીડિયામાં હમશક્લ છે. જે હાલ ટીવી જગતમાં ખૂબ જ એક્ટિવ રહે છે. પ્રિયંકા કાંડવાલ ટીવીમાં તો કામ કરે છે સાથે જ તે મધુબાલાની હમશક્લ તરીકે પણ જાણીતી છે. વળી પ્રિયંકો પોતે અનેક સોશિયલ મીડિયા વીડિયો બનાવી ચૂકી છે જેમાં તે મધુબાલા જેવી લાગે છે.