લોકોના મનોરંજન માટે અત્યારે OTT મુખ્ય આધાર છે. જે ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, તે કોરોના કાળના કારણે OTT પર રિલીઝ થઈ રહી છે. જેનાથી OTT પ્લેટફોર્મ (OTT Platform) પર કન્ટેન્ટ વધ્યું છે. આ અઠવાડિયામાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની હોટસ્ટાર જેવા પ્લેટફોર્મ પર ખૂબ સારી ફિલ્મો, શો અને સિરીઝ સ્ટ્રીમ થશે. જેમાં સલમાન ખાનની રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ (Radhe - Your Most Wanted Bhai) સામેલ છે. આ ઉપરાંત સંજય કપૂરની સુપરનેચરલ સિરીઝ ધ લાસ્ટ અવર (The Last Hour) પણ રિલીઝ થશે. તો ચાલો જાણીએ આ અઠવાડિયામાં સ્ટ્રીમ થનારી કેટલીક મોટી ફિલ્મ અંગે...