26/11 Mumbai Attack: દર્દ, ચીસો અને લોહીથી ખરડાયેલા રસ્તા અને લોકોની લાશો, બોમ્બ બ્લાસ્ટનો હ્રદય કંપાવનારો અવાજ, ગોલિયોની ગુંજ અને ડર દહેશતનો માહોલ આ છે મુંબઈમાં થયેલા આતંકી હુમલા (Mumbai Attack)ની કહાની. મુંબઈ પર થયેલા અમાનવીય નરસંહાર અને આતંકી હુમલા (Terrorist Attack)ની આજે 13 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ કેટલીક એવી યાદો છે જે આજે પણ દેશની છાતી ચીરે છે. મુંબઈમાં 26 નવેમ્બર 2008ના કાળો દિવસ જેને કદાચ જ કોઈ ભૂલી શકશે. પાકિસ્તાન (Pakistan)થી આવેલા આતંકવાદીઓએ દિંસા અને મોતનું એવું તાંડવ મચાવ્યુ કે માણસાઈ શર્મસાર થઈ ગઈ. માણસના વેશમાં આવેલા રાક્ષસો, જેમણએ નિર્દોષ લોકોના લોહીથી મુંબઈના રસ્તા રંગી નાંખ્યા. આજે જ્યારે મુંબઈ હુમલાને 13 વર્ષ થઈ ચુક્યા છે, ત્યારે આતંકવાદનો અસલી ચહેરો અને હુમલાનો એ દર્દ અને ખોફ છતો કરતી કેટલાક બોલીવુડ ફિલ્મો (Bollywood Movie) વિશે અમે આપને જણાવીશું. સમય કાઢી આ ફિલ્મો દરેક વ્યક્તિએ જરૂરથી જોવી જોઈએ.
હોટલ મુંબઈ (2019) - વર્ષ 2019માં બનેલી આ ફિલ્મ એન્થની મૈરાસ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. વર્ષ 2009માં રીલિઝ થયેલી ડોક્યુમેન્ટ્રી સર્વાઈવિંગ મુંબઈથી પ્રેરિત ફિલ્મને હોટેલ તાજ પેલેસ પર થયેલા આતંકી હુમલા વિશે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આતંકી હુમલામાં લોકોની વેદનાને બખૂબી દર્શાવવામાં આવી છે. દરેક દર્દ અને તકલીફ દર્શકોને બારીકીથી બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અનુપમ ખેરથી લઈને દેવ પટેલ જેવા કલાકારો જોવા મળે છે. આ ફિલ્મના કેન્દ્રમાં તાજ પેલેસના કર્મચારીઓ દર્શાવવામાં આવ્યા છે જે આતંકીઓથી પોતાના મેહમાનોને બચાવવાનો પ્રયત્ન કરતા દેખાય છે. ફિલ્મમાં એ પરિવારોની વેદના દર્શાવવામાં આવી છે જેમણે આ આતંકી હુમલામાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે.
ધ અટેક ઓફ 26/11 (2013) - રામ ગોપાલ વર્માની ફિલ્મ ધ અટેક ઓફ 26/11 વર્ષ 2013માં રીલિઝ કરવામાં આવી હતી. રામગોપાલ વર્માની આ ફિલ્મના વખાણ કરીએ તેટલા ઓછા છે. આ બોલીવુડની એકમાત્ર ફિલ્મ છે જેમાં મુંબઈ હુમલાના દરેક પાસા દર્શાવવામાં આવ્યા છે. આતંકવાદીઓના મુંબઈ આવવાથી લઈ હુમલા કરવાની યોજના, હુમલા દરમ્યાન પોલિસકર્મીઓ અને સુરક્ષા બળોના જવાનોની શહિદીથી લઈ કસાબના પકડાઈ જવા સુધીની વાત દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં કસાબના ઈન્ટરોગેશનથી કઈ રીતે તેનાથી સત્ય બહાર કઢાવવામાં આવ્યું તે બાબત બખૂબી દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં નાના પાટેકર તપાસ કરતા દેખાય છે. ફિલ્મમાં તમામ કલાકારોએ ખૂબ સારું કામ કર્યું છે.
વન લેસ ગોડ (2017) - સામાન્ય રીત્ જ્યારે મુંબઈના આતંકી હુમલા પર ફિલ્મ બનાવવામાં આવે છે, તો તેમાં પોલિસ અને સ્થાનિય લોકોની વાર્તા દર્શાવવામાં આવે છે અને તેમની કહાનીને આધારે સ્ક્રિપ્ટ લખવામાં આવે છે. પણ ફિલ્મ વન લેસ ગોડ થોડી હટકે છે. આ ફિલ્મમાં તે વિદેશી પર્યટકોની કહાની દર્શાવવામાં આવી છે, જે તાજપેલેસ અને અન્ય જગ્યાઓએ આતંકી હુમલાની બર્બરતાનું નિશાન બન્યા છે. ફિલ્મમાં પર્યટકોના એક ગ્રુપ અને તેમના સર્વાઈવલની સ્ટોરી દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં કલાકારો દ્વારા અદ્ભુત અભિનય કરવામાં આવ્યો છે.
શાહિદ (2012) - ફિલ્મ શાહિદ એક મુસ્લીમ છોકરાની વાર્તા છે, જેને POTA કાનૂન અંતર્ગત પકડી પાડવામાં આવ્યો છે અને ટોર્ચર કરવામાં આવે છે. આ છોકરો જેલથી છૂટીને વકીલાતનો અભ્યાસ કરે છે અને પોતાનો કેસ પણ લડે છે. શાહિદ ફહીમ અંસારી માટે કોર્ટમાં વકાલત કરે છે, જેના પર 26/11ના હુમલામાં શામેલ હોવાનો આરોપ છે. ફિલ્મ માનવાધિકાર કાર્યકર્તા અને વકાલ ફહીમ આઝમીના વાસ્તવિક જીવન પર આધારિત છે. ફિલ્મમાં 26/11 મુંબઈ હુમલાના એક એલગ જ પાસાને દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં રાજકુમાર લીડ રોલમાં છે. ફિલ્મનું ડાયરેક્શન હંસલ મેહતા દ્વારા કરવામાં આવ્યું છે.
તાજમહેલ - આમ તો આ ફિલ્મ મુંબઈ હુમલા પર આધારિત છે પણ તેમાં મુખ્ય રીતે ફ્રાન્સની એક છોકરીની આસપાસ વાર્તા ફરે છે. જે તે વખતે મુંબઈમાં રોકાઈ હતી. હુમલા વખતે હોટલના રૂમમાં એકદમ એકલી આ છોકરીના લાગણી અને તેના દર્દ વિશે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે આ છોકરીએ પોતાને બચાવી. આ ફિલ્મનો ક્લાઈમેક્સ ખૂબ રોચક છે.