જો કે, ઐશ્વર્યાએ આ ફિલ્મ ઠુકરાવતા જ તે કરિશ્મા કપૂરના હાથે લાગી ગઇ, કારણ કે તે સમયે કરિશ્મા કેટલીક ફિલ્મોથી પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી હતી. જણાવી દઇએ કે, ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની' માટે કરિશ્મા કપૂરને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો અને આ ફિલ્મ બાદ કરિશ્માએ પાછળ વળીને જોવાની જરૂર ન પડી અને તેને એક પછી એક ઢગલાબંધ ફિલ્મોની ઓફર મળવા લાગી.