સુપરહીરો અથવા ઐતિહાસિક કોસ્ટ્યૂમ પર ઘણા પૈસા ખર્ચ કરવા વાજબી લાગે છે, પરંતુ ઘણા એવા મેકર્સ પણ છે જેમણે માત્ર ડ્રેસ પર જ કરોડો ખર્ચ કર્યા છે. આઓ જાણીએ એવા કલાકારો અંગે જેમણે ફિલ્મોમાં અત્યાર સુધી સૌથી મોંઘા કોસ્ટ્યૂમ પહેર્યા છે. આ સૂચિમાં બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનથી લઇ સુપરસ્ટાર રજનીકાંતનું નામ પણ સામેલ છે.
શાહરૂખ ખાન: આ યાદીમાં ટોપ પર બી-ટાઉન કિંગ શાહરૂખ ખાન છે, જેણે તેની ફિલ્મ રા.વનમાં કદાચ અત્યાર સુધીનો સૌથી મોંઘો કોસ્ટ્યૂમ પહેર્યો છે. અનુભવ સિન્હા દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું બજેટ 130 કરોડ હતું. 2011માં આવેલી આ ફિલ્મ આ શૈલીની પ્રથમ બોલિવૂડ ફિલ્મ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખનો રોબોટિક સૂટ ફિલ્મની ખાસિયત હતી અને તેની કિંમત લગભગ 4.5 કરોડ રૂપિયા હતી. શાહરૂખ ખાનનો કૉસ્ટ્યુમ રોબર્ટ લિવર, મનીષ મલ્હોત્રા, નરેશ રોહિરા અને અનિતા શ્રોફે ડિઝાઇન કર્યો હતો.