હજી આપણે અભિનેતા ઇરફાન ખાનની મોતના દુ:ખમાંથી બહાર નથી આવ્યા ત્યાં જ બોલિવૂડ તેના વધુ એક દમદાર એક્ટરને ગુમાવ્યો છે. બોલિવૂડના જાણીતા સુપરસ્ટાર ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે લાંબા સમયથી કેન્સરથી પીડિતા હતા. અને આખરે આ કારણે જ તેમનું નિધન થયું છે. ઋષિ કપૂરની મોત પછી બોલિવૂડ શોકગ્રસ્ત થયું છે. અમિતાભ બચ્ચન પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને જણાવ્યું કે - તે ગયો, ઋષિ કપૂર જતો રહ્યો. હાલ તેમનું નિધન થયું છે. હું તૂટી ગયો છું! કપૂર ફેમલીમાં રણધીર કપૂરે ઋષિ કપૂરના નિધનની ખબરોને કંફર્મ કરી છે. ઋષિ કપૂરને બુધવારે તેમનો પરિવાર એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો હતો. તેમની તબિયત બગડતા તેમની આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તેવું તેમના ભાઇ રણધીર જણાવ્યું છે.