Happy B'Day: વેટરથી બોલિવૂડ સુધી આ રીતે બોમન ઈરાનીએ બનાવ્યું કરિયર, જાણો તેમના સંઘર્ષની સફર
બોલિવૂડમાં અમુક એવા કલાકાર છે, જેને તમે જે કિરદાર આપો તે એમાં એકદમ ફીટ બેસી જાય છે. તે તેના અનુરુપ જ પોતાને ઢાળી દે છે. એવા જ એક એક્ટર છે બોમન ઈરાની. બોમન આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો તેમના બર્થડે પર જાણીએ તેમના કરિયર વિશે અમુક અનકહી વાતો. ફોટોઃ @boman_irani
બોમન ઈરાનીનો જન્મ 2 ડિસેમ્બર 1959માં થયો હતો. તેમના જન્મના 6 મહિના પહેલા તેમના પિતાનું નિધન થઈ ગયુ હતું. તેમની માતાએ એકલા તેમનુ પાલન-પોષણ કર્યુ છે. બોમનને ડિસલેક્સિયા હતું, જેમના માટે તેણે ખૂબ જ મહેનત કરી હતી. ફોટોઃ @boman_irani
2/ 8
બોમન ઈરાનીની માતાએ તેમને સિનેમા તરફ આગળ વધાર્યા અને હંમેશા તેમણે સિનેમા જોવા માટે મોકલતી હતી, જેથી તે ક્રાફ્ટને સમજી શકે. ફોટોઃ @boman_irani
विज्ञापन
3/ 8
બોમને મીઠીબાઈ કૉલેજથી બે વર્ષ વેટરનો કોર્સ કર્યો છે. પૉલિટેક્નિકમાં ડિપ્લોમા કર્યા બાદ તેમણે બે વર્ષ તાજ મહેલ પેલેસ એન્ડ ટાવર્સમાં વેટરનું કામ કર્યુ છે. ફોટોઃ @boman_irani
4/ 8
બોમનના કામથી ખુશ મેનેજરે તેમને પ્રમોશન પણ આપ્યુ હતું અને રુફટૉપ રેસ્ટોરેન્ટમાં વેટરના રુપે કામ કરવાનો મોકો મળ્યો. તેની સાથે જે તેમણે પોતાની માતાની બેકરી પણ સંભાળી હતી. ફોટોઃ @boman_irani
5/ 8
બોમન ઈરાનીને ફોટો ક્લિક કરવાનો પણ ખૂબ જ શોખ હતો. તે શરુઆતી દિવસોમાં સ્કુલમાં રમતોના ફોટો ક્લિક કરતા હતાં અને પછી તેને 20 થી 30 રુપિયામાં વેચતા હતાં. ફોટોઃ @boman_irani
विज्ञापन
6/ 8
32 વર્ષની ઉંમર સુધી તેમણે ફોટોગ્રાફી કરી અને તેમણે એક બોક્સિંગ ઈવેન્ટ માટે સત્તાવાર ફોટોગ્રાફી પણ કરી હતી. ત્યારબાદ એક્ટર પદમસીએ તેમને થિયેટરની દુનિયા સાથે જોડ્યુ અને એક્ટિંગ કરવા લાગ્યા. ફોટોઃ @boman_irani
7/ 8
વર્ષ 2000માં બોમને જાહેરાતની દુનિયામાં કામ કરવાનું શરુ કર્યુ અને પોતાની ઓળખ ઉભી કરી. ફિલ્મ 'ડરના મના હૈ'માં તેમના નાનકડાં પાત્રથી તેમણે તમામને ઈમ્પ્રેસ કરી દીધા હતાં અને વર્ષ 2003માં તેમને 'મુન્નાભાઈ એમબીબીએસ' મળી. આ ફિલ્મે તેમના કરિયરને નવી દિશા આપી. ફોટોઃ @boman_irani
8/ 8
ત્યારબાદ બોમને ફિલ્મ 'થ્રી ઈડિયટ' કરી, જ્યાર બાદ તે ફિલ્મની દુનિયામાં એક પ્રખ્યાત નામ બની ગયાં. પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે વર્ષ 1985માં જેનેબિયા ઈરાની સાથે લગ્ન કર્યા હતાં અને તેમને બે બાળકો પણ છે. ફોટોઃ @boman_irani