Home » photogallery » મનોરંજન » PHOTOS: આ અભિનેત્રીઓએ લફરાં કરીને સગાઈ તો કરી લીધી, પણ લગ્ન પહેલા બદલાઈ ગયુ મન

PHOTOS: આ અભિનેત્રીઓએ લફરાં કરીને સગાઈ તો કરી લીધી, પણ લગ્ન પહેલા બદલાઈ ગયુ મન

ટીવી સિરિયલોમાં કામ કરતી અભિનેત્રીઓ તેમના અંગત જીવનને કારણે વારંવાર હેડલાઇન્સમાં રહે છે. તેઑ તેમના નવા સંબંધો અને જૂના પ્રેમને લઈને સતત મીડિયામાં છવાયેલી રહે છે. લોકો તેમના મનપસંદ ટીવી સ્ટાર્સમાં અને તેઓના અંગત જીવનમાં પણ ખૂબ રસ લે છે. હવે સોશિયલ મીડિયાના જમાનામાં આ સ્ટાર્સની ફેન ફોલોઈંગ પણ કોઈ મોટા સ્ટારથી ઓછી નથી. ટીવી સિરિયલોમાં સંસ્કારી દેખાતી આ અભિનેત્રીઓની લવ લાઈફ પણ ઘણી રસપ્રદ થઈ ગઈ છેછે. આજે અમે તમને એવી 4 ટીવી અભિનેત્રીઓના લવ લાઈફના અફેર વિશે જણાવીએ છીએ જેઓ પ્રેમમાં પડ્યા અને સગાઈ કરી લીધી પરંતુ લગ્ન પહેલા જ પોતાનો નિર્ણય બદલી નાખ્યો.

विज्ञापन

  • 14

    PHOTOS: આ અભિનેત્રીઓએ લફરાં કરીને સગાઈ તો કરી લીધી, પણ લગ્ન પહેલા બદલાઈ ગયુ મન

    ચારુ અસોપા અને નીરજ માલવિયાઃ ટીવી અભિનેત્રી ચારુ અસોપા તેના પૂર્વ પતિ રાજીવ સેન સાથેના સંબંધોને કારણે ચર્ચામાં રહે છે. આ પહેલા પણ ચારુની લવ લાઈફ વિવાદોથી ભરેલી રહી છે. ચારુ અસોપા રાજીવ પહેલા નીરજ માલવિયા સાથે રિલેશનશિપમાં હતા. બંનેની મુલાકાત સીરિયલ 'મેરે આંગને મેં'ના સેટ પર થઈ હતી. આ પછી બંને પ્રેમમાં પડ્યા અને બંનેએ 2016માં સગાઈ કરી લીધી. ચારુએ તેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. જો કે લગ્ન પહેલા જ બંનેએ પોતાના સંબંધોનો અંત લાવી દીધો હતો. (ફોટો સૌજન્ય-Instagram@asopacharu, neerajmalviya)

    MORE
    GALLERIES

  • 24

    PHOTOS: આ અભિનેત્રીઓએ લફરાં કરીને સગાઈ તો કરી લીધી, પણ લગ્ન પહેલા બદલાઈ ગયુ મન

    શિલ્પા શિંદે અને રોમિત રાજઃ ફેમસ ટીવી એક્ટ્રેસ શિલ્પા શિંદે પણ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. શિલ્પાએ વર્ષ 2009માં અભિનેતા રોમિત રાજ સાથે સગાઈ પણ કરી હતી. પરંતુ બંનેએ લગ્ન પહેલા પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને અલગ થઈ ગયા. બંનેની મુલાકાત માયકા ટીવી સિરિયલના સેટ પર થઈ હતી. (ફોટો સૌજન્ય-Instagram@shilpa_shinde_official, romitrajprasher)

    MORE
    GALLERIES

  • 34

    PHOTOS: આ અભિનેત્રીઓએ લફરાં કરીને સગાઈ તો કરી લીધી, પણ લગ્ન પહેલા બદલાઈ ગયુ મન

    કરિશ્મા તન્ના અને ઉપેન પટેલઃ આ યાદીમાં ટીવી જગતની સૌથી મોટી અભિનેત્રી કરિશ્મા તન્નાનું નામ પણ સામેલ છે. કરિશ્મા તન્ના બિગ બોસમાં ઉપેન પટેલને મળી હતી. અહીંથી જ બંને મિત્રો બન્યા અને પ્રેમમાં પડ્યા હતા. બંનેએ સાથે ઘણા રિયાલિટી શો પણ કર્યા. બાદમાં બંનેએ સગાઈ કરી લીધી હતી. જો કે તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો અને બંનેએ સગાઈ તોડી નાખી. લગ્ન પહેલા જ આ સંબંધનો અંત આવ્યો હતો. (ફોટો સૌજન્ય-Instagram@karishmaktanna, upenpatelworld)

    MORE
    GALLERIES

  • 44

    PHOTOS: આ અભિનેત્રીઓએ લફરાં કરીને સગાઈ તો કરી લીધી, પણ લગ્ન પહેલા બદલાઈ ગયુ મન

    ગૌહર ખાન અને સાજિદ ખાનઃ ગૌહર ખાન આજે બોલિવૂડનું એક મોટું નામ છે. ટીવીની સાથે ગૌહર ખાને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. બિગ બોસ 7ની વિજેતા ગૌહર ખાને વર્ષ 2003માં સાજિદ ખાન સાથે સગાઈ કરી હતી. બંને વચ્ચેના સંબંધોને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ છે. રિલેશનશિપ બાદ બંનેએ સગાઈ પણ કરી લીધી હતી. પરંતુ બંને વચ્ચે ટૂંક સમયમાં સંબંધ તૂટી ગયો અને લગ્ન પહેલા જ બંને અલગ થઈ ગયા. (ફોટો સૌજન્ય-Instagram@gauaharkhan, aslisajidkhan)

    MORE
    GALLERIES