Bollywood Actresses Slammed Trolls : સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) અને નીના ગુપ્તા (Neena Gupta) જેવી અભિનેત્રીઓ ટ્રોલ્સને પાઠ ભણાવવા સોશિયલ મીડિયા પર આવી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ સ્ટારે નેટીઝન્સની ખરાબ ટિપ્પણીઓની ટીકા કરી હોય. પ્રિયંકા ચોપરા, શમા સિકંદર અને તાપસી પન્નુ જેવા સ્ટાર્સ ભૂતકાળમાં પણ ટ્રોલ્સને જવાબ આપતા રહ્યા છે. (Instagram/samantharuthprabhuoffl/neena_gupta
સામંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) : સામંથા રૂથ પ્રભુએ થોડા સમય પહેલા એક એવોર્ડ ફંક્શનમાં ગ્રીન ડીપ નેક ગાઉન પહેરીને હાજરી આપી હતી. તેણીએ એક પોસ્ટ પોસ્ટ કરીને ટ્રોલ્સને જવાબ આપ્યો કે, કેવી રીતે મહિલાઓને સરળતાથી જજ કરવામાં આવે છે. તે લખે છે, 'એક મહિલા તરીકે હું સમજું છું કે, જજ કરવાનો અર્થ શું છે. અમે સ્ત્રીઓને તેમની જાતિ, શિક્ષણ, સામાજિક સ્થિતિ, દેખાવ, ત્વચાના રંગના આધારે જજ કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિને તેના કપડાંના આધારે જજ કરવું સૌથી સરળ કામ છે. (Instagram/samantharuthprabhuoffl)
પ્રિયંકા ચોપરા (priyanka chopra) : થોડા વર્ષો પહેલા, પ્રિયંકા ચોપરાને બર્લિનમાં પીએમ મોદી સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય કપડાં ન પહેરવા અને અપમાનજનક પોઝમાં બેસવા માટે ઇન્ટરનેટ પર ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રિયંકાએ તેની મજાકિયા અંદાજમાં ટ્રોલર્સને જવાબ આપ્યો. ત્યારબાદ અભિનેત્રીએ તેની માતા સાથે એક તસવીર શેર કરી, જેમાં તેના પગ દેખાઈ રહ્યા હતા. (Instagram/priyankachopra)