ભલે સમાજ સ્ત્રી પુરૂષ એક સમાનની વાતો કરતુ હોય પણ દરેક ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓની અસ્મિતાને દાગ લગાવવાની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખુબજ વાઇબ્રન્ટ, ઓપન માઇન્ડેડ માનવામાં આવે છે. કહેવાય છે કે આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે એક વખત તેનાં રંગમાં રંગાઇ ગયુ તો આ જગ્યાએથી બહાર આવવું અઘરુ થઇ જાય છે. ત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં તનુશ્રી જેવા લોકો છે જેઓ શારીરિક છેડતીનો ભોગ બન્યા બાદ ઇન્ડસ્ટ્રીને અલવીદા કહી દીધી.. તો એવી પણ એટલીયે હિરોઇન છે જેમણે પોતાની સાથે બનેલી ઘટના વિશે વાત કરી અને છેડતી કરનારને સબક પણ શીખવ્યો હતો.
વર્ષ 2016માં એક બૂક લોન્ચિંગ દરમિયાન કંગના રનૌટે પોતે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, તે ખુબજ મુશ્કેલી સમય હતો જ્યારે તે શારીરિક છેડતીનો ભોગ બની હતી. તેણે તેની ફિલ્મ 'ક્વિન'ના ડિરેક્ટર વિકાસ બહલ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. તેણે તેની સાથે ઘટેલી બીજી એક ઘટના વિશે વાત કરતાં કહ્યું કે, તેણે એક વ્યક્તિને સેન્ડલથી ફટકાર્યો હતો.
ઝાયરા વસીમ સાથે ફ્લાઇટમાં છેડતી થઇ હતી. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો અને ફ્લાઇટનાં ક્રુ મેમબર્સ અને છેડતી કરનારા વિરુદ્ધ અવાજ ઉઠાવી હતી. ફ્લાઇટમાં છેડતીનો ભોગ બની તે દરમિયાન કોઇએ તેની મદદ કરી ન હતી. પણ તેણે જ્યારે આ વાત જાહેરમાં કરી ત્યારે સૌ કોઇએ તેનો પક્ષ લીધો હતો અને એરલાઇન્સ વિરુદ્ધ એક્શન પણ લીધા હતાં.