મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને (Sara Ali Khan) આ શુક્રવારનો યોગ્ય ઉપયોગ કરતા તેને ફ્લેશબેક ફ્રાઇડે (Flashback Friday) બનાવી દીધો હતો. સારા અલી ખાને શુક્રવારે તેની 2018માં આવેલી ફિલ્મ 'કેદારનાથ' (Kedarnath)ની અમુક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા પ્રકૃતિની ગોદમાં બેઠેલી નજરે પડે છે. તસવીરના પાછળમાં ભાગમાં જોવા મળતો પહાડ ફોટોની સુંદરતામાં વધારો કરે છે. બીજા એક શૉટમાં સારા એક પોશાક અને એક પફર જેકેટમાં નજરે પડી રહી છે.
ત્રીજી એક તસવીરમાં સારાના ચહેરા પર પેઇન્ટ જોવા મળી રહ્યો છે. સારાએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે 'અપેક્ષા, હકીકત અને 2020માં વાસ્તવિકતા.' સારાએ કેપ્શન સાથે હેશટેગ #flashbackfriday અને #kedarnath લખ્યું છે. સારાની આ પોસ્ટ ચાહકોની LOL ઇમોજીનું પૂર આવી ગયું હતું. એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે કૉમેન્ટ કરતા લખ્યું છે કે, 'જીવનની વાસ્તવિકતા.' (ફાઇલ તસવીર : પોતાની એક સહેલી સાથે સારા અલી ખાન)
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતાની દીકરી સારા અલી ખાને વર્ષ 2018માં સુશાંત સિંહ રાજપૂત સાથે 'કેદારનાથ' ફિલ્મથી બોલિવૂડમાં પગલાં પાડ્યાં હતાં. સારાએ રોહિત શેટ્ટીની 'સિમ્બા'માં રણવીર સિંહ સાથે કામ કર્યું છે. સારાની અંતિમ રિલીઝ થયેલી ફિલ્મ ઇમ્તિયાઝ અલીની 'લવ આજકાલ' ફિલ્મ છે. આ ફિલ્મમાં સારાએ કાર્તિક આર્યન સાથે કામ કર્યું છે.