Bollywood Actress Real Name : કેટરિના કૈફ (Katrina Kaif), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને પ્રીતિ ઝિન્ટા (preity zinta) સહિતની કેટલીક હિરોઈનોના અસલી નામ જાણીને તમને આશ્ચર્ય થશે. કહેવાય છે કે, નામ જ ઓળખ છે, પરંતુ આપણે આ બોલિવૂડ સ્ટાર્સને તેમના અસલી નામથી નહીં, પરંતુ ફિલ્મી દુનિયાના નામથી જાણીએ છીએ. હિન્દી સિનેમામાં જૂનાથી લઈને નવા સુધી ઘણા એવા કલાકારો છે જેમણે ફિલ્મી દુનિયામાં પ્રવેશતા પહેલા પોતાના નામ બદલી નાખ્યા હતા. અઘરા નામ-અટકને કારણે કેટલાકે જ્યોતિષશાસ્ત્રના આધારે પોતાના નામ બદલી નાખ્યા છે. (ફોટો ક્રેડિટ્સ: theshilpashetty/katrinakaif/Instagram )
કેટરિના કૈફ (katrina kaif real name) વિશે પહેલા વાત કરીએ તો, બોલિવૂડની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી કેટરિનાનું સાચું નામ કેટરિના ટર્કોટ છે. હોંગકોંગમાં જન્મેલી, લંડનમાં ઉછરેલી કેટરીનાના પાસપોર્ટમાં આ અટક છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, ભારતીય ચાહકોને તેનું નામ મુશ્કેલ ન લાગે, તેથી તેણે તેની માતાની અટક બદલીને તેના પિતાની અટક કરી. (ફોટો ક્રેડિટ્સ: katrinakaif/Instagram )