Bollywood Interesting Story: અનેક બોલીવૂડ સ્ટાર(Bollywood Actors) કોઇને કોઇ સ્કેન્ડલ (scandal)નો ભોગ બનતા પોલીસના ગાળીયામાં ફસાય છે. પોતાને કોઈપણ સંજોગોમાં આરોપોમાંથી મુક્ત કરાવવા આ સિતારાઓ દેશોના શ્રેષ્ઠ વકીલો (Famous Lawyer)ને હાયર કરે છે. જેની એક સુનાવણી માટે ફી સાંભળી કદાચ તમે પણ ચોંકી જશો. હાલ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ(Aryan Khan Drugs Case) કેસમાં જેલના સળીયાની પાછળ છે. પરંતુ દીકરાને બહાર કાઢવા શાહરૂખે દેશના શ્રેષ્ઠ વકીલ (Top Advocate of India)ને મેદાનમાં ઉતાર્યા છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ બન્યા છે, જેમાં બોલીવૂડ સિતારાઓને કૌભાંડના આરોપોમાંથી મુક્ત કરાવવા અમુક નામાંકિત વકીલો (Best Advocates) સંકટમોચન બન્યા હતા. તો આવો જાણીએ ટોપ વકીલો વિશે જેમણે બોલીવૂડ સ્ટાર્સને જેલના સળીયાઓ પાછળથી બહાર કાઢ્યા હતા.
સંજય દત્તના સંકટ મોચન બન્યા હતા સતિષ માનશિંદે - સતીશ માનશિંદે (Satish Maneshinde) જેને હાલ આર્યન ખાન ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાને હાયર કર્યા છે. તેઓ ત્યારે પણ સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે વર્ષ 1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટમાં બોલીવૂડ એક્ટર સંજય દત્તને જામીન અપાવ્યા હતા. તે કેસ બાદ સતિષ માનશિંદે દેશના હાઇ પ્રોફાઇલ કેસોમાં સૌથી પ્રભાવિત વકીલ તરીકે ઓળખાવા લાગ્યા હતા. આ સિવાય તેમણે સલમાન ખાન કાળીયાર હરણ શિકાર કેસ, રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસ, રાખી સાવંત કેસ પણ લડ્યા છે. તેમણે વર્ષ 1983માં સ્વ. રામ જેઠમલાણીના જુનિયર વકીલ તરીકે શરૂઆત કરી હતી, જે દેશના ટોચના ફોજદારી વકીલોમાંના એક હતા. 10 વર્ષ સુધી તેમણે રામ જેઠમલાણીના નેતૃત્વમાં કામ કર્યું હતું. આ દરમિયાન તમ ણે સિવિલ અને ફોજદારી કાયદાઓની બારીકાઇ પણ શીખી અને ત્યાર પછી રાજકારણીઓથી લઈને અભિનેતાઓથી સંબંધિત અનેક કેસો લડ્યા છે. અહેવાલો અનુસાર, માનશિંદે એક હિયરિંગ માટે રૂ. 10 લાખ જેટલી રકમ ચાર્જ કરે છે. એટલે તેમની પ્રતિ દિવસના હિસાબે ફી 10 લાખ રૂપિયા છે. રિયા ચક્રવર્તીના કેસમાં તેની ફીને લઇને ઘણી ચર્ચાઓ થઈ હતી અને તે અંગે વહેતી થયેલ અટકળો પર એક ઇન્ટરવ્યૂમાં સતિષે જણાવ્યું કે, જે લેખના આધારે તેની ફી 10 લાખ રૂપિયા કહેવામાં આવી રહી છે તે લેખ 10 વર્ષ જૂનો છે. તેથી હાલના સમયે જોઇએ તો તેની ફી ઘણી વધુ હોઇ શકે છે.
હ્રિતિક રોશનના વકીલ દિપેશ મહેતા - લિગલ એડવાઈઝર દિપેશ મહેતા(Dipesh Maheta) લગભગ રોશન પરીવાર માટે પરીવારના સદસ્ય સમાન છે. તે જ કારણ છે કે તેમણે કંગના રનૌત કેસમાં દિપેશને હાયર કર્યા હતા. જોકે તેમની એક હિયરિંગની ફી કેટલી છે તેના અંગે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવે છે કે તેમની ફી ખૂબ વધુ છે.
સૂરજ પંચોલી કેસના વકીલ પ્રશાંત પાટીલ - બોલિવૂડ અભિનેત્રી જિયા ખાન જૂન 2013માં તેના મુંબઈના ઘરે ફાંસી ખાધેલ હાલતમાં લટકતી મળી આવી હતી. આ મામલે આદિત્ય પંચોલીના પુત્ર અને જીયા ખાનના બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની જીયાને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી. આ કેસમાં તે એડવોકેટ પ્રશાંત પાટીલ (Prashant Patil) જ હતા, જેમણે અભિનેતાનો કેસ લડવાનું પસંદ કર્યું. કારણ કે તેમને લાગ્યું કે તે તેમના માટે એક સારો પડકાર છે અને તેઓ જાણતા હતા કે આ કેસમાં 'સૂરજ નિર્દોષ છે'.
પ્રિટી ઝિન્ટાના વકીલ હિતેશ જૈન - અભિનેત્રી પ્રિટી ઝિન્ટાએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ અને ઉદ્યોગપતિ નેસ વાડિયા વિરુદ્ધ વાનખેડે સ્ટેડિયમમાં તેની સાથે છેડતી, દુર્વ્યવહાર અને ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ કેસ પ્રખ્યાત વકીલ હિતેશ જૈને (Hitesh Jain)પોતાના હાથમાં લીધો હતો. કારણ કે તેમને લાગ્યું કે તેઓ મહિલાઓના અધિકારો અને પ્રીટિના વ્યક્તિગત ગૌરવ માટે લડી રહ્યા છે.