

મુંબઇ : બોલિવૂડ એક્ટર વરૂણ ધવન (Varun Dhawan) અને નતાશા દલાલ (Natasha Dalal) રવિવારે 24 જાન્યુઆરીના રોજ સાત ફેરા લઇને (varun dhawan natasha dalal wedding) એકબીજાના થઇ ગયા. બંન્નેએ પોતાના પરિવાર અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં અલીબાગના (Alibaug) એક રિસોર્ટમાં સાત ફેરા લીધા હતા. કોરોનાની મહામારીને કારણે તેમના લગ્નમાં માત્ર 50 લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું.


છેલ્લા થોડા દિવસથી વરૂણ-નતાશાના લગ્નની ખબરો સતત સમાચારો અને લોકોની ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વરૂણ અને નતાશાના લગ્ન રવિવારે આશરે 6.30 કલાકે શરૂ થયા અને રાતે 10.30 કલાકે પૂર્ણ થયાના સમાચાર મળી રહ્યા છે. અલીબાગના આ રિસોર્ટમાં લગ્ન કર્યા કે જ્યાં કોરોનાની ગાઈડલાઈનનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.


અહીં નોંધનીય છે કે, વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને તેમના લગ્નની ચર્ચા પણ ઘણાં સમયથી ચાલી રહી હતી.


કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા તેમના લગ્નમાં માત્ર 50 લોકોને આમંત્રણ હતું. આ ફંક્શનમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા અને કૃણાલ કોહલી પણ પહોંચ્યા છે.


વરુણ ધવનના લગ્નના સ્થળે પહોંચનાર દરેક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જો કોઇને સહેજ પણ લક્ષણ જોવા મળે તેઓને ઘરે મોકલવામાં આવી રહ્યા હતા.


લગ્ન પ્રસંગના ફોટોગ્રાફ્સ અને વીડીયો લીક કરવા પર પ્રતિબંધ હતો. રિસોર્ટની ચારેય બાજુ સિક્યોરિટી ગાર્ડ્સ હાજર હતા.


લગ્નમાં શામેલ થનારા ગેસ્ટનાં મોબાઇલ ફોન રાખવાની મંજૂરી નથી મળી. સાથે જ પરિવારનાં ફ્લેક્સ બોર્ડ્સ પણ હટાવી દીધા છે. જેથી કોઇ બહારનાં તસવીરો ક્લિક ન કરે.