મુંબઈ: બોલિવૂડ (Bollywood)નો દબંગ અભિનેતા સલમાન ખાન (Salman Khan) બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટ્સ (Galaxy Apartment)માં તેના પરિવાર સાથે રહે છે. સલમાન પનવેલમાં આવેલા ફાર્મ હાઉસ (Salman Farm House)માં પણ સમય વિતાવે છે. કોરોના મહામારી દરમિયાન તેમણે ફાર્મ હાઉસમાં લાંબો સમય વિતાવ્યો હતો. સલમાને ફાર્મહાઉસનું નામ અર્પિતા ફાર્મ્સ રાખ્યું છે. જોકે સલમાનની મુંબઈમાં ઘણી બધી મિલકતો છે. સલમાન ખાનએ હવે વઘુ એક પ્રોપર્ટી ભાડેથી લીધી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ એક રિયલ એસ્ટેટ પોર્ટલથી માહિતી આપી છે કે, સલમાન ખાને તેના બાંદ્રાના ઘર નજીક ડુપ્લેક્સ માટે ભાડા કરાર કર્યો છે. આ ડુપ્લેક્સ બાંદ્રામાં મકબા હાઇટ્સના 17મા અને 18મા માળે છે. જેની માલિકી બાબા સિદ્દીકી અને ઝીશાન સિદ્દીકીની છે. ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકી સાથે સલમાનના ખૂબ સારા સંબંધો છે.
તાજેતરમાં જ સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ 'લાસ્ટઃ ધ ફાઇનલ ટ્રુથ'ની રિલીઝ ડેટ જાહેર કરી છે. મહેશ માંજરેકર દિગ્દર્શિત આ ફિલ્મ 26 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેના બનેવી આયુષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે જ્યારે સલમાન પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ મરાઠી ફિલ્મ 'મુલ્શી પેટર્ન'ની રિમેક છે. આ ફિલ્મની સીધી ટક્કર બોક્સ ઓફિસ પર જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે-2' સાથે થશે.
આ સિવાય સલમાન ખાન ફિલ્મ 'ટાઇગર 3'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ફરી એકવાર તેમની જોડી કેટરિના કૈફ સાથે છે. તાજેતરમાં જ વિદેશથી ફિલ્મના શૂટિંગથી પરત ફર્યા છે. ફિલ્મના બાકીના ભાગનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. 'ટાઇગર 3'નું દિગ્દર્શન મનીષ શર્માએ કહ્યું છે. સલમાને તાજેતરમાં જ શાહરૂખ ખાનની 'પઠાણ'માં કેમિયોનું શૂટિંગ પણ પૂર્ણ કર્યું છે. બીજા પણ સલમાન ખાન પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તે 'કભી ઈદ કભી દિવાળી' અને 'કિક 2' ફિલ્મોમાં પણ જોવા મળશે.