નવી દિલ્હઃ રવિવારે બોલીવૂડ એક્ટર (Bollywood Actor) ઋષિ કપૂરની (Rishi Kapoor) તબિયત અચાનક બગડવાના કારણે દિલ્હી સ્થિત એક હોસ્પિટલમાં (Delhi Hospital) દાખલ કરવામાં આવ્યા છે. ઋષિ કપૂરને ઈન્ફેક્શનના કારણે દાખલ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તેમની સાથે તેમની પત્ની નીતૂ સિંહ, પુત્ર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ છે. (ફાઈલ તસવીર)
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે ઋષિ કપૂરને ઈન્ફેક્શનના કારણે દાખલ કરવામાં આવ્યા છે. ઋષિએ પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે, મને એક ઈન્ફેક્શન થયું છે. જેની સારવાર ચાલી રહી છે. કોઈ પરેશાનીની વાત નથી. મને લાગે છે કે કદાચ પ્રદૂષણની અસર છે. જોકે અત્યારે હોસ્પિટલમાં ઋષી કપૂરની સ્થિતિ સારી છે. ઋષિ કપૂદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સામાચાર થોડા કલાકો પહેલા જ આવ્યા છે. (ફાઈલ તસવીર)
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઋષિ કપૂર ગત વર્ષ 2019માં ફિલ્મ ધ બોડી અને ઝૂઠા કહી કામાં દેખાયા હતા. અને આ ઉપરાંત રાઝમા ચાવલ, મુલ્ક, 102 નોટ આઉટ, પટેલ કી પંજાબી શાદી, કપૂર એન્ડ સન્સમાં પણ ઋષિ દેખાયા હતા. તેમની અપકમિંગ ફિલ્મ ધ ઈન્ટર્નનો સમાવેશ થાય છે. જેમાં દીપિકા પાદુકોણ સાથે કામ કરી રહ્યા છે. (ફાઈલ તસવીર)