Nguhj નવી દિલ્હી. તમે બોલિવૂડ સ્ટાર્સ સાથે જોડાયેલી ઘણી વાતો સાંભળી અને વાંચી હશે, પરંતુ આજે અમે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક્ટર વિશે જાણીને તમે દંગ રહી જશો. દિવંગત એક્ટર ઋષિ કપૂરની ફિલ્મ 'કર્જ'થી દેશભરમાં ફેમસ થયેલા 80ના દશકના હીરો રાજ કિરણ મહતાની (Raj Kiran Mahtani) છેલ્લા 25 વર્ષથી ગાયબ છે. (ફોટો ક્રેડિટ: Instagram @rishfinejewelry)
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ કિરણ તેની કરિયરમાં પીછેહઠ કર્યા પછી ગંભીર ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. બાદમાં તેને મુંબઈના ભાયખલા મેન્ટલ એસાઈલમમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા અને ઘણા વર્ષોથી અમેરિકામાં વૈરાગીરૂપે રહેતા હોવાનું માનવામાં આવતું હતું.
જ્યારે 2011 માં તેમની દીકરી ઋશિકાએ એક જાહેર નિવેદન જારી કરીને રાજ કિરણ એટલાન્ટામાં મળી આવ્યાના રિપોર્ટને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું કે તે અને તેનો પરિવાર વર્ષોથી ન્યૂયોર્ક પોલીસ અને ખાનગી જાસૂસોની મદદથી તેમને શોધી રહ્યા હતા. રાજને આજે પણ કાગઝ કી નાવ (1975), શિક્ષા (1979), માન અભિમાન (1980) અને એક નયા રિશ્તા (1988), કર્જ (1980), બસેરા (1981), અર્થ (1982), રાજ તિલક (1984), અને વારીસ (1988) જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે.