બીએમસીએ બ્રાંદ્રા વેસ્ટના પાલી હિલ રોડ પર સ્થિત કંગના રનૌટની 48 કરોડની ઓફિસ પર બુલડોઝર ચલાવ્યું છે. બોલિવૂડ (Bollywood) અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut)ના ઓફિસ પર કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આજે 2 વાગે કંગના મુંબઇ પહોંચે તે પહેલા જ શિવસેના સરકાર અંતર્ગત કામ કરતી BMC દ્વારા તેની ગેરકાનૂની બિલ્ડિંગને ધ્વસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. ફોટો સભાર- @KanganaTeam/Twitter
કંગના રનૌટની ઓફિસ પર પહેલા નોટિસ લગાવવામાં આવ્યું હતું. અને તે પછી બીજુ નવી નોટિસ લગાવીને કંગના મુંબઇ પહોંચે તે પહેલા આ કામ કરવામાં આવ્યું છે. નોટિસમાં 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં સાત દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. પણ બીએમસીએ તત્કાલ કાર્યવાહી કરી અને નવી નોટિસ લગાવીને ગેરકાનૂની બિલ્ડિંગને પાડવાની વાત કહી છે. ફોટો સભાર- વિરલ ભયાની