સોનમ કપૂરનો આજે 9 જૂનનાં રોજ 34મો જન્મ દિવસ છે. ત્યારે સોનમ કપૂરનાં જન્મ દિવસે જાણીયે તેનાં વિશે કંઇક ખાસ. લગ્ન બાદથી સોનમ કપૂર પ્રેગ્નેન્ટ હોય તેવાં સમાચાર ચર્ચામાં છે. જોકે હજુ સુધી સોનમ કે આનંદ કે તેમનાં પરિવાર તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
2/ 7
ત્યારે તેનાં જન્મ દિવસે તેનાં જીવનનાં એક એવાં સત્ય પર નજર કરીએ કે જે વિશે જાણીને તેનાં ચાહકોને ખરેખરમાં ખુબજ દુખ થશે. લાખો દિલોની ધડકન સોનમ ડાયાબિટીસથી પિડાય છે.
3/ 7
સોનમને ટાઇપ-1 ડાયાબિટીસ છે તે 17ની નાની ઉંમરથી આ બિમારી થઇ ગઇ હતી. એટલું જ નહીં તેને આ બિમારીને કંટ્રોલ કરવા માટે ઇનસ્યુલિનનાં ઇન્જેક્શન લેવા પડે છે.
4/ 7
જોકે હવે સોનમ કપૂરે ડાયાબિટસને કંટ્રોલ કરવા માટે એક્સરસાઇઝ, યોગ અને ડાયેટ કંટ્રોલ કરીને પોતાની જાતને ફિટ બનાવી દીધી છે. અને તે ડાયાબિટસને માત આપી રહી છે.
5/ 7
સોનમ કપૂરની ફિટનેસ જોઇને કોઇ ન કહી શકે કે તે આવી મોટી બિમારીથી પિડાતી હશે. વેલ એક સમયે તેનું વજન 90 કિલો હતું અને તે સમયથી જ તેને ડાયાબિટીસની સમસ્યા છે.
6/ 7
જોકે ફિલ્મોમાં આવતા પહેલાં તેણે તેનું વજન ઉતારી લીધુ છે અને હાલમાં સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરીને તે પોતાની જાતને ફિટ રાખે છે.