30 જુલાઇ 1969નાં રોજ જન્મેલી મંદાકિનીનું સાચુ નામ યાસ્મીન જોસેફ હતું. તેની મા મુસ્લિમ હતી. અને પિતા ખ્રિસ્તી હતાં. મંદાકિની બાળપણથી જ એક્ટિંગની શોખીન હતી. પણ તેને યોગ્ય તક મળતી ન હતી. 'રામ તેરી ગંગા મેલી' પહેલાં તેણે ત્રણ ફિલ્મ મેકર્સે રિજેક્ટ કરી હતી. રંજીત વિર્કે મંદાકિનીનું નામ યાસ્મીનથી બદલીને માધુરી કરી દીધુ. અને તેને 'મજલૂમ' ફિલ્મમાં સાઇન કરી. જે બાદ તેનાં જીવનમાં આવ્યો મોટો વળાંક
સારી ફિલ્મો ન મળવાને કારણે મંદાકિનીએ વર્ષ 1996માં ફિલ્મોને અલવિદા કહી દીધી. તેની છેલ્લી ફિલ્મ 'જોરદાર' હતી. એક્ટિંગ છોડ્યા બાદ તેણે સિંગિંગ પર હાથ અજમાવ્યો હતો. મંદાગિનીએ 'નો વેકન્સી' અને 'શંબાલા' નામથી બે મ્યૂઝિક આલબમ કાઢ્યા હતાં. પણ બંને ફ્લોપ રહ્યાં. જે બાદ તેણે કોઇ પ્રકારનું એક્સપેરિમેન્ટ ન કર્યું.