અર્જુન કપૂરનું નામ બોલિવૂડનાં ઉભરતા સિતારા તરીકે થાય છે. ફિલ્મી પરિવારથી તાલ્લુક રાખવા છતા અર્જુનને ઇન્ડસ્ટ્રીમાં ચોક્કસ મુકામ હાંસેલ કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તેનાં ભારે શરીરને કારણે પહેલાં તેની ઘણી આલોચના થઇ હતી. અને તેને એક્ટર તરીકે ફિટ માનવામાં આવતો ન હતો. અર્જુને ઘણાં વર્ષો મહેનત બાદ સાબિત કર્યુ કે તે એક સફળ એક્ટર છે. સાથે જ તે તેનાં લુક્સ અને ફિઝિકથી બધાનું ધ્યાન તેની તરફ આકર્ષિત કર્યુ હતું.
હાલમાં આઇફા એવોર્ડ સમારંભમાં શ્રીદેવીને એનાયત કરેલો એવોર્ડ લેવાં બોની કપૂર પહોચ્યો હતો જ્યાં તે ભાવૂક થઇ ગયો હતો અને બાદમાં અર્જુને તેને સંભાળ્યો હતો. આપને જણાવી દઇએ કે શ્રીદેવી સાથે લગ્ન કરતાં બોની અને અર્જુનનાં સંબંધોમાં ખટાશ આવી ગઇ હતી એક સમય હતો જ્યારે પિતા પૂત્ર એકબીજા સાથે વાત પણ નહોતા કરતા.