90નાં દાયકાની પ્રખ્યાત એક્ટ્રેસ આયશા ઝુલ્કાનો આજે 28 જુલાઇનાં જન્મ દિવસ છે. 11 વર્ષની ઉંમરે ફિલ્મ 'કૈસે કૈસે લોગ'થી એક્ટિંગની શરૂઆત કરનારી આયશા શરૂઆતથી જ તેની સુંદર એક્ટિંગને લઇને ચર્ચામાં છે. તેણે તેની પહેલી ફિલ્મથી જ દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી હતી.
2/ 7
આયશાએ ન ફક્ત હિન્દી પણ ઉડિયા, કન્નડ અને તેલુગુ ભાષામાં પણ કામ કર્યુ છે.
3/ 7
આયશાનું નામ કુર્બાન, જો જોતા વહી સિકંદર, ખિલાડી, મેહરબાન, દલાલ, વક્ત હમારા હૈ, માસૂમ જેવી શાનદાર ફિલ્મોથી જોડાયેલું છે. 1983માં તેનાં કરિઅરની શરૂઆત કરનારી આયશાએ વર્ષ 2010માં ફિલ્મોથી બ્રેક લઇ લીધો.
4/ 7
આશરે આઠ વર્ષનાં બ્રેક બાદ તે વર્ષ 2018માં 'જીનિયસ' ફિલ્મમાં નજર આવી.
5/ 7
ફિલ્મી કરિઅરમાં આયશાની જોડી અક્ષય કુમાર સાથે ખુબજ પસંદ કરવામાં આવી છે. તેઓએ સાથે ઘણી હિટ ફિલ્મો આપી હતી. પર્સનલ લાઇફમાં પણ તેમનાં અફેરની વાતો હતી. અક્ષય ઉપરાંત આયશાનું નામ નાના પાટેકર, મિથુન ચક્રવર્તીની સાથે જોડાયુ હતું.
6/ 7
આયશાનાં કરિઅરમાં ડાઉનફોલનું કારણ તેની ફિલ્મોની પસંદગી ગણાય છે. સતત ફ્લોપ ફિલ્મોને કારણે તેને ઇન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય કર્યો હતો.
7/ 7
આયશાનું ધ્યાન ફિલ્મી કરિઅરની સાથે સાથે બિઝનેસ પર પણ હતું. તેણે સમીર વસી સાથે લગ્ન બાદ સ્પા ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યા. તે હાલમાં તેનાં કામમાં વ્યસ્ત છે. તેની કપંની SamRock તે પતિ સાથે મળીને ખુબજ સારી રીતે ચલાવે છે.