ભૂમિકા ચાવલા યાદ છે? આ તે જ હિરોઇન 'તેરે નામ' ફિલ્મની નિર્જરા. તેનો માસૂમ ચહેરો જોઇ આપને પણ 'નિર્જરા'થી પ્રેમ થઇ ગયો હતો ને.. જે રીતે રાધે ભૈયા તેનાં પ્રેમમાં પાગલ થયા હતાં. તેમ તમને પણ તેના માટે પ્રેમ થયો જ હતો ને.. આજે તે જ નિર્જરા એટલે કે ભૂમિકા ચાવલાનો આજે 21 ઓગષ્ટનાં રોજ 41મો જન્મ દિવસ છે.
આજે ભૂમિકા ચાવલાનો 41મો જન્મ દિવસ છે ત્યારે તેની સૌથી ચર્ચિત અને બોક્સ ઓફિસ પર કમાલ કરનારી ફિલ્મ 'તેરે નામ'ની વાત કરીએ તો.. આ ફિલ્મમાં સલમાન-ભૂમિકાની કેમેસ્ટ્રી, ફિલ્મનું મ્યૂઝિક અને સેટ બધુ જ ઘણું ખાસ હતું. આ ફિલ્મે આખા દેશમાં 'તેરે નામ'નાં આશિક બનાવી દીધા હતાં. લોકો સલમાન ખાનની હેરસ્ટાઇલની કોપી કરવા લાગ્યા હતાં.