Home » photogallery » મનોરંજન » દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી આ અજાણી વાતો

દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી આ અજાણી વાતો

ફાલ્ગુની પાઠક (Falguni Pathak) એક ઈંડિયન સિંગર છે. ગુજરાતના ટ્રેડિશનલ મ્યૂઝિકથી દરેક નવરાત્રિમાં સૌને થનગનાવતી ફાલ્ગુનીએ દેશ જ નહીં દુનિયાભરમાં ફેન ફોલોઈંગ ઊભી કરી છે. ચૂડી જો ખનકે હાથો મેં...મૈંને પાયલ હૈ છનકાઈ, મેરી ચુનર ઉડ ઉડ જાએ.. જેવા ગીતો સાથે જ્યારે પણ ફાલ્ગુની સ્ટેજ પર આવે છે, લોકો પોતાની જાતને રોકી શકતા નથી. છોકરાઓ માફક દેખાતી આ ખ્યાતનામ સિંગર આજે પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે.

  • 17

    દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી આ અજાણી વાતો

    ગુજરાતી કમ્યુનિટીમાં ફેમસ ફાલ્ગુની પાઠકની આમ તો હંમેશા ડિમાન્ડ રહે છે, પણ નવરાત્રિમાં કંઈક વધારે જ તેમની ડિમાન્ડ હોય છે. 12 માર્ચ 1969માં જન્મેલી ફાલ્ગુની પાઠકે 1987માં પોતાની કરિયરની શરુઆત કરી હતી. ફાલ્ગુનીનો પ્રથમ આલ્બમ 1998માં રિલીઝ થયો હતો. પ્રથમ આલ્બમ એટલો સફળ રહ્યો કે, તેને પાછુ વાળીને જોયું નથી. કેટલીય બોલીવૂડ ફિલ્મોમાં ગીત ગાવાનો રેકોર્ડ કર્યો છે. આજે સિંગરનો જન્મદિવસ છે અને તેની લાઈફ સાથે જોડાયેલ અમુક ખાસ વાતો અમે અહીં શેર કરવાના છીએ. (falgunipathak12/Instagram)

    MORE
    GALLERIES

  • 27

    દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી આ અજાણી વાતો

    ફાલ્ગુની પાઠક હંમેશઆ પૈન્ટ શર્મ પહેરી, નાના વાળમાં ટૉમ બોયની માફક રહે છે. તેનુ ખાસ કારણ છે, કહે છે કે, 4 દીકરીઓ બાદ ફાલ્ગુની માતા-પિતાને આશા હતી કે, પાંચમું સંતાન દીકરો આવશે, પણ એવું થયુ નહીં, ફાલ્ગુની નાનપણથી જ છોકરાના ગેટઅપમાં રહેનારી અને આદત એવી થઈ ગઈ કે, આજે 54 વર્ષની ઉંમરે પણ તે એવી જ રીતે રહે છે. (falgunipathak12/Instagram)

    MORE
    GALLERIES

  • 37

    દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી આ અજાણી વાતો

    ફાલ્ગુની પાઠકે લગ્ન નથી કર્યા. નાનાપણથી જ રેડિયો સાંભળવાની શોખિન ફાલ્ગુની એટલી સારી સિંગર થઈ ગઈ કે, 9 વર્ષની ઉંમરમાં પહેલી વાર પોતાના પાપા વગર જ પરફોર્મ્સ આપ્યું. તેની જાણકારી મળતા પાપાએ ફટકાર લગાવી અને મારપીટ પણ થઈ. પણ તેમને શું ખબર હતી કે, એક દિવસ આ ટેલેન્ટ તેમની દીકરીને દુનિયાભરમાં ખ્યાતી અપાવશે. (falgunipathak12/Instagram)

    MORE
    GALLERIES

  • 47

    દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી આ અજાણી વાતો

    ફાલ્ગુની પાઠકની મમ્મીએ જ તેને ગુજરાતી ટ્રેડિશનલ ગીતોની ટ્રેનિંગ આપી. બાદમાં સિંગરે ભવદીપ જયપુરવાલા પાસેથી 5 વર્ષ વોકલ મ્યૂઝિકની ટ્રેનિંગ લીધી. ફાલ્ગુની નવરાત્રિના અવસર પર ગીતો ગાવા લાગી અને વર્ષ 1994માં તેણે પોતાની બેન્ડ તા થૈયા બનાવી લીધું. આ બેન્ડ દ્વારા કેટલાય દેશોમાં પરફોર્મ કરી ગુજરાતી ગીતોની ધૂમ મચાવી દીધી. (falgunipathak12/Instagram)

    MORE
    GALLERIES

  • 57

    દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી આ અજાણી વાતો

    ખૂબ ઓછા લોકોને ખબર હશે કે, ફેમસ સિંગર કોસ્ટ્યૂમ ડિઝાઈનર પણ છે. ફાલ્ગુની પાઠકે દિલ વિલ પ્યાર વ્યાર અને દિલ હૈ તુમ્હારામાં ડિઝાઈનર તરીકે કામ કર્યું છે. ફાલ્ગુની પાસે ન તો પૈસાની કમી છે, ન તો કામની. ફાલ્ગુની પાસે લક્ઝુરી ગાડીઓ પણ છે. (falgunipathak12/Instagram)

    MORE
    GALLERIES

  • 67

    દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી આ અજાણી વાતો

    ફાલ્ગુની પાઠક કેટલાય ટીવી શોમાં આવી ચુકી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, બા બહૂ ઓર બેબી ઉપરાંત કૌન બનેગા કરોડપતિ અને કોમેડી નાઈટ્સ વિદ કપિલ જેવા રિયલટી શોમાં દેખાઈ ચુકી છે. (falgunipathak12/Instagram)

    MORE
    GALLERIES

  • 77

    દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠકનો આજે જન્મદિવસ, જાણો તેના જીવન સાથે જોડાયેલી આ અજાણી વાતો

    ફાલ્ગુની પાઠકને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ (falgunipathak12/Instagram)

    MORE
    GALLERIES