Happy B'day Ranbir Kapoor: રણબીર કપૂર, કપૂર ખાનદાનનો સભ્ય જરૂર છે. પણ દર્શકોનાં દિલમાં તેણે તેનાં કામને કારણે ખાસ જગ્યા બનાવી છે. તેનાં જન્મ દિવસ પર અમે તેની ફિલ્મો સાથે જોડાયેલાં કેટલાંક સિક્રેટ આપને જણાવીએ જે આપને નહીં માલૂમ હોય. તે ફિલ્મની શૂટિંગ શરૂ કરતાં પહેલાં સંપૂર્ણ હોમવર્ક કરી લે છે. તેને બોલિવૂડમાં ડેબ્યૂ સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની ફિલ્મ 'સાંવરિયા'થી કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ નહોતી કરી શકી. પણ બોલિવૂડથી લઇ દર્શકોને સમજાઇ ગયુ હતું કે, આ નેક્સ્ટ જનરેશનનો સુપર સ્ટાર છે. જેની ઇન્ડસ્ટ્રીને તલાશ હતી.
60-70 બોક્સર્સ ટ્રાય કર્યા હતાં- રણબીર કપૂરે જયારે 'વેક અપ સિડ' ઓફર થઇ હતી ત્યારે ફિલ્મનું ટાઇટલ આ ન હતું. ફિલ્મની કહાની સાંભળ્યાં બાદ રણબીરે જ 'વેક અપ સિડ' ફિલ્મનું નામ આફ્યું હતું. પહેલાં સીનનાં શૂટ સમયે રણબીર કપૂરે આશરે 60-70 બોક્સર ટ્રાય કર્યાં હતાં. ફિલ્મમાં પહેરેલાં તમામ બોક્સર રણબીરનાં પોતાનાં હતાં.
'બર્ફી' માટે ઘણાં દિવસો માટે રણબીરે પોતાને એક રૂમમાં બંધ કર્યો હતો- 'બર્ફી' રણબીર કપૂરની એક એવી ફિલ્મ છે જે દરેક ઉંમરનાં દર્શકોને પસંદ આવે. 'બર્ફી'માં તેનાં ચાલવાનો કિરદાર ચાર્લી ચેપલીન અને મિસ્ટર બીનથી પ્રભાવિત હતો. 'બર્ફી' માટે રણબીર ડિરેક્ટરની એક માત્ર ચોઇસ હતો. આ ફિલ્મનાં કિરદાર માટે રણબીરે લાંબા સમય સુધી પોતાને એક રૂમમાં બંધ કરી દીધો હતો.