બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ બિપાશા બસુની અંતિમ ફિલ્મ 'અલોન' વર્ષ 2015માં આવી હતી. જે બાદ ચાર વર્ષથી બિપાશા બસુ બિગ સ્ક્રિન પર નજર આવી નથી. સ્મોલ સ્ક્રિન પર તેનો એકમાત્ર શો 'ડર સબકો લગતા હૈ' (2015-2016) દરમિયાન સમાપ્ત થઇ ગયો હતો. બિપાશાએ વર્ષ 2016માં એક્ટર કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતાં જે બાદથી તે એકપણ ફિલ્મમાં નજર આવી નથી.
ઘણાં સમયથી તે પતિની સાતે જિમમાં પરસેવો પાડતાં વીડિયોઅને તસવીરો શેર કરતી રહે છે અને તેનાંથી જ તે ચર્ચામાં રહે છે. જોકે છેલ્લાં કેટલાંક સમયથી તેણે મીડિયાથી દૂરી બનાવી લીધી છે. તેની ફિલ્મ 'આદત ડાયરીઝ' આ વર્ષે આવવાની આશા છે. પણ આ ફિલ્મને લઇને કોઇ જ ચર્ચા નથી. આ બધાની વચ્ચે બિપાશાની મેકઅપ વગરની તસવીરો સામે આવી છે.