બિપાશા બાસુ અને કરન સિંહ ગ્રોવર ટૂંક સમયમાં પેરેન્ટ્સ બનવાના છે. બિપાશા પોતાની પ્રેગ્નન્સીને એન્જોય કરી રહી છે. તે સતત તેની તસવીરો અને વીડિયો પણ ફેન્સની સાથે શેર કરતી રહે છે. શુક્રવારે બિપાશાનું બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેબી શાવર કથિત રીતે તેમના મિત્રો દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું.