એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: છ અઠવાડિયાનાં લાંબા ઇન્તેઝાર બાદ આખરે 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) વિનરનું નામ સામે આવ્યું છે. ફેન્સનો ઇન્તેઝાર પૂર્ણ થઇ ગયો છે. બિગ બોસ ઓટીટીનો ખિતાબ દિવ્યા અગ્રવાલ (Divya Agarwal)નાં નામે થયો છે. દિવ્યાને ટ્રોફીની સાથે 25 લાખ રૂપિયાની વિનિંગ અમાઉન્ટ મળી છે. આ વચ્ચે BB OTTની વિનર દિવ્યાની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે ટ્રોફીની સાથે ક્યૂટ પોઝ આપતી નજર આવે છે.