એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસની અપકમિંગ સીઝન (Bigg Boss 15) 8 ઓગસ્ટથી ઓટીટી પ્લેટફર્મ વૂટ પર સ્ટ્રીમ થશે. એટલે કે હવે શો શરૂ થવામાં વધુ સમય બાકી નથી. ત્યારે આ શોની સૌથી ખાસ વાત છે તેનું ઘર. દર વખતે આ વાતની ચર્ચા રહે છે કે બિગ બોસનું ઘર કેવું છે. આ વખતે બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) હાઉસમાં ઘણાં બદલાવ જોવા મળવાનાં છે. ખાસ કરીને બેડ સિસ્ટમ અલગ હશે. જે દરવખતે કન્ટેસ્ટંટ વચ્ચે માથાકૂટનું કારણ બને છે. પણ આ વખતે એવું નહીં હોય.
દર વખતે બિગ બોસમાં બેડ શેરિંગ અંગે સ્પર્ધકોમાં લડાઇ જોવા મળે છે. તો ઘણી વખત મહિલા અને પુરુષ કંટેસ્ટંટ વચ્ચે બેડ શેર કરે તો વિવાદ સર્જાય છે. પણ આ વખતે મેકર્સે બેડ સિસ્ટમ દર વખત કરતાં ઘણી અલગ રાખી છે. ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલાં પ્રોમોમાં ઘરની પહેલી ઝલક જોવા મળે છે. જેમાંથી માલૂમ થાય છે કે આ વખતે બિગ બોસ હાઉસ ઘણું જ કલરફૂલ જોવા મળશે. ઘરને ઘણી બધી પ્રિન્ટ્સ અને રિબિનથી સાજવવામાં આવી છે. ઘરને આ વખતે કંટેમ્પરરી લૂક આપવામાં આવ્યો છે
ડિઝાઇર્સે બિગ બોસ ઓટીટી હાઉસ માટે બોહોમિયન, જિપ્સી અને કાર્નિવલ લૂક તરીકે પસંદ કર્યું છે. જેનાથી કન્ટેસ્ટન્ટ્સને શરૂઆતના છ સપ્તાહ કોઈ કાર્નિવલ એટલે કે મેળાથી કમ નહીં લાગે. ઘર ડિઝાઈન ફેમસ ડિરેક્ટર ઓમાંગ કુમાર અને તેમની પત્ની વનિતાએ કર્યું છે. આ ઘર ડિઝાઇન કરતાં તેમણે ધ્યાન રાખ્યું છે કે ઘર હટકે હોય, આરામદાયક હોય અને સાથે તેને એક કન્ટેમ્પરરી લુક પણ મળે.
ઓમંગ આ અંગે જણાવે છે કે, આ સિઝનમાં મુખ્ય પ્રસ્તાવ ઓવર-ધ-ટોપ એલિમેન્ટને જીવંત રાખવાની હતી. અમે બિગ બોસ OTT હાઉસ માટે બોહેમિયન, જિપ્સી, કાર્નિવલ લુકનો ઓપ્શન પસંદ કર્યો છે. તે ઉપરાંત અમે આ ઘરને એ રીતે બનાવ્યું છે કે જ્યારે કન્ટેસ્ટન્ટ્સ અહીં આવે તો તેને એ મહેસૂસ થાય કે તે અહીં લાંબા સમય સુધી રહે. ભલે તેને પોતાના ઘરની યાદ આવે, તેમ છતાં પણ તેને મહેસૂસ થવું જોઈએ કે આ સારું છે.