બિગ બોસ-12નાં ગત રાતનાં એટલે કે 11 ઓક્ટોબરનો એપિસોડ ઘણો જ ખાસ હતો. કારણ કે કેપ્ટનશીપનો નિર્ણય થવાનો હતો. પણ ઘરને નવા કેપ્ટન મળવાની જગ્યાએ એવો નિર્ણ લેવામાં આવ્યો જે આજસુધીનાં બિગબોસનાં ઇતિહાસમાં નથી લેવાયો. આ નિર્ણય. આ નિર્ણય કંટેસ્ટંટ સૃષ્ટિ અને સબા-સોમીની જોડી માટે સૌથી મોટી સજા માનવામાં આવે છે.
કેપ્ટન્સી માટે એક ટાસ્ક હતું જેમાં ટાસ્ક દરમિયાન ત્રણ લોકો એટલે કે સબા-સોમી અને સૃષ્ટિ હતાં. ફણ અસલી ટક્કર સબા અને સૃષ્ટિ વચ્ચે જોવા મળી. કારણ કે ફિઝિકલી સબા સેલેબ કંટેસ્ટંટથી વધુ મજબૂત હતી. એવામાં એકબીજાને રોકવાનાં ચક્કરમાં સૃષ્ટિ નીચે પડી જાય છે અને વાત ઘણી વધી જાય છે. કારણ કે નીચે પડવાને કારણે સૃષ્ટિને વાગી જાય છે.