Home » photogallery » મનોરંજન » MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

ઘણી વખત તેની ગર્લફ્રેન્ડ બૂબાનું નામ પણ ઉછળ્યું હતું. હાઉસમાં તે સ્ટેન ઘણી વખત બૂબા (MC Stan Girlfriend Buba) અંગે વાત કરતો જોવા મળ્યો હતો. સિઝન દરમિયાન સ્ટેનની માતા હાઉસમાં આવી હતી ત્યારે તેમણે પણ બુબાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બંને લગ્ન કરવાના હોવાની વાતનો ખુલાસો પણ કર્યો હતો.

  • 18

    MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

    બિગ બોસ (Big boss)ની હાલની સિઝનમાં વિજેતા બન્યા બાદ એમસી સ્ટેન ઈન્ટરનેટ પર છવાઈ ગયો છે. બિગ બોસ હાઉસમાં તે પોતાની કૉમેન્ટ્સ અને અંદાજના કારણે અનેક વખત ચર્ચાનો વિષય બન્યો હતો.  આ દરમિયાન ઘણી વખત તેની ગર્લફ્રેન્ડ બૂબાનું નામ પણ ઉછળ્યું હતું. હાઉસમાં તે સ્ટેન ઘણી વખત બૂબા (MC Stan Girlfriend Buba) અંગે વાત કરતો જોવા મળ્યો હતો. સિઝન દરમિયાન સ્ટેનની માતા હાઉસમાં આવી હતી ત્યારે તેમણે પણ બુબાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બંને લગ્ન કરવાના હોવાની વાતનો ખુલાસો પણ કર્યો હતો. ત્યારે અહીં બૂબા અંગે જાણકારી આપવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 28

    MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

    બુબાનું અસલી નામ શું છે? : બિગ બોસ 16ની વિજેતા એમસી સ્ટેનની ગર્લફ્રેન્ડ બુબાનું અસલી નામ બૂબા ઉર્ફે અનમ શેખ (Buba Aka Anam Shaikh) છે. એમસી સ્ટેનની ઉંમર 25 વર્ષ છે અને અનમની ઉંમર 24 વર્ષ છે. અનમનો જન્મ 1998માં મુંબઈમાં થયો હતો.

    MORE
    GALLERIES

  • 38

    MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

    બુબાની વસ્તુ મળતા શો છોડવાનો ઈરાદો બદલ્યો : આ શો દરમિયાન એક સમયે સ્ટેન બિગ બોસ હાઉસમાં ખૂબ જ એકલતા અનુભવવા લાગ્યો હતો. ત્યારે તે બિગ બોસને અધવચ્ચે જ છોડી દેવા તૈયાર હતો.

    MORE
    GALLERIES

  • 48

    MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

    સલમાન ખાન અને બાકીના પરિવારે સમજાવ્યા બાદ પણ સ્ટેન પોતાની જીદ પર અડગ રહ્યો હતો. એક વીકેન્ડ કા વાર એપિસોડ દરમિયાન સ્ટેને સલમાન ખાનને પણ બહાર જવાની ઈચ્છા દર્શાવી હતી. તે આ રીતે હિંમત હારી જતાં તેના ચાહકો પણ નિરાશ થયા હતા.

    MORE
    GALLERIES

  • 58

    MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

    તે સમયે તેની ગર્લફ્રેન્ડ બૂબાએ તેના માટે તેની કેટલીક વસ્તુઓ મોકલી હતી, જે સલમાન ખાને તેને વીકેન્ડ વારમાં આપી હતી. એ વસ્તુઓ મળ્યા બાદ સ્ટેને શો છોડવાનો પોતાનો નિર્ણય બદલી નાંખ્યો હતો.

    MORE
    GALLERIES

  • 68

    MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

    સ્ટેન અને બુબાની લવસ્ટોરી : અર્ચના અને સૌંદર્યા સાથેની તેની અને બૂબાની લવ સ્ટોરી વિશે વાત કરતાં સ્ટેને ખુલાસો કર્યો હતો કે, બુબા મળતા તેણે તેની પહેલી ગર્લફ્રેન્ડને છોડી દીધી હતી. તેણે કહ્યું હતું કે, બુબા પહેલાં હું એક છોકરીને ડેટ કરી રહ્યો હતો. તે છોકરીને હું ખૂબ જ ગમતો હતો, પરંતુ મને તેના વિશે એવી લાગણી નહોતી. મને અનમ શેખ ગમતી હોવાનું કહેતા એ છોકરી બહુ રડી હતી.

    MORE
    GALLERIES

  • 78

    MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

    બુબાના ઘરે હાથ માંગવા ગયો અને... : સ્ટેને બૂબાના પરિવાર સાથેની પોતાની પહેલી મુલાકાતનો ઉલ્લેખ કર્યો ત્યારે બિગ બોસ હાઉસમાં સભ્યો ખડખડાટ હસી પડ્યા હતા. તેણે કહ્યું કે, અમે લગભગ 30-40 લોકોને તેના ઘરે લઈ ગયા હતા. લોકોએ પૂછ્યું કે શું થયું? અમે કહેલું કે, કઈ નહીં તમારી દીકરીનું માંગુ નાંખવા આવ્યાં છીએ. મેં તેનાં માતાપિતાને કહ્યું કે ચૂપચાપ તમારી દીકરીનો હાથ મારા હાથમાં આપો નહીંતર હું તેને ભગાડી જઈશ.

    MORE
    GALLERIES

  • 88

    MC Stan Girlfriend Buba: ફિલ્મની એક્ટ્રેસને પણ ટક્કર આપે એવી છે સ્ટેનની ગર્લફ્રેન્ડ બૂબા, ગજબ છે લવસ્ટોરી

    ત્યારે તેની માતાએ કહ્યું કે, આ બધું શું છે? આવી રીતે કેવી રીતે આવી ગયા, તારાં મા-બાપને લઈ આવ. તમે કોણ છો? આજ પછી હવે ક્યારેય અહીં ન આવત. સ્ટેને કહ્યું કે, અમે સારું કરવા ગયા પણ બધું જ ગડબડ કરી આવ્યા હતા. પણ હવે બધું થાળે પડી ગયું છે.

    MORE
    GALLERIES