બિગ બોસના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. સાંભળવામાં આવી રહ્યું છે કે દરેકનો ફેવરિટ અબ્દુ રોજિક શોને અલવિદા કહેવા જઈ રહ્યો છે. અબ્દુના ફેન્સ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા હશે. જો કે આ સમાચારમાં કેટલી હકીકત છે તેની અમે પુષ્ટિ કરતા નથી. અબ્દુના રિયાલિટી શોને અલવિદા કહેવાના સમાચાર બિગ બોસ ફેનક્લબમાં આગની જેમ ફેલાઈ રહ્યા છે.
અબ્દુએ લોકોને ઇમ્પ્રેસ કર્યા : 19 વર્ષની ઉંમરે અબ્દુ રોજિક ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયો છે. તાજિકિસ્તાનનો આ સિંગર દુનિયાભરમાં ફેમસ થઈ ગયો છે. ભારતમાં, ફેન્સ વચ્ચે અબ્દુનો જોરદાર ક્રેઝ છે. જ્યારથી અબ્દુ રોજિક બિગ બોસ 16નો ભાગ બન્યો છે ત્યારથી તેના ફેન્સની સંખ્યામાં વધારો થયો છે. અબ્દુ રોજિકની ક્યૂટનેસ પર છોકરીઓ ફિદા છે.