બિગ બોસ 14 (Bigg Boss 14) પહેલા સપ્તાહના એવિક્શન પછી ચર્ચામાં આવેલી સિંગર સારા ગુરુપાલ (Sara Gurpal) હવે ઘરની બહાર નીકળતા જ સિદ્ધાર્થ માટે પોતાની ભડાસ નીકાળી છે. ઘરેથી બહાર નીકળ્યા પછી તેણે સીનિયર્સનો ક્લાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે બિગ બોસ શરૂ થવાની સાથે જ પહેલા જ વીકમાં સારા ગુરપાલ બહાર નીકળી ગઇ છે. પણ તેને હજી આ વાત હજમ નથી થતી. Photo Credit- @realsidharthshukla/saragurpals/Instagram
અમર ઉજાલા સાથે ખાસ વાતચીતમાં સારાએ કહ્યું કે મને નથી લાગતું કે મે લોકોનું મનોરંજન નથી કર્યું. ઘરમાં દાખલ થવાની સાથે મે મારા વાળ કપાવ્યા. ટાસ્કમાં મારી આંખમાં ઇજા થઇ તેમ છતાં મેં ઘરના કામ કર્યા. પણ ખબર નહીં કેમ તેમ છતાં હું ક્લાસની બહાર નીકળી ગઇ. Photo Credit- @realsidharthshukla/saragurpals/Instagram
પંજાબી સિગરનું કહેવું છે કે ગૌહર ખાન અને હિના ખાન નથી ઇચ્છતા કે હું ઘરની બહાર જઉં. વધુમાં તેણે સિદ્ધાર્થ પર નિશાનો લગાવતા કહ્યું કે ખાલી એક ટાસ્ક માટે હું કોઇની ગોદમાં બેસીને નાચુ તે મારાથી નહીં થાય. હું તે રીતની યુવતી નથી. હું આવું બધું નેશનલ ટીવી પર નથી કરી શકતી. Photo Credit- @realsidharthshukla/saragurpals/Instagram
સારાએ કહ્યું કે હું ઘરની બહાર આવવા પર બિગ બોસને ખોટા નથી માનતી. પણ આ ખાલી એક સિનિયરનો નિર્ણય છે. અને તે સીનિયર છે સિદ્ધાર્થ શુક્લા, તેણે મને કહ્યું કે મારી પર્સનાલિટી ટાસ્ક માટે યોગ્ય નથી. મારું માનવું છે કે મેં ટાસ્કમાં સારું કામ કર્યું. પણ હું તેની ખોળામાં બેસીને નાચવા નથી માંગતી. અને તેમણે મારા માટે નિર્ણય લઇ લીધો. Photo Credit- @realsidharthshukla/saragurpals/Instagram