

બિગ બોસ (Bigg Boss)નાં ફેન્સને ઇન્તેઝાર હવે પૂર્ણ થવાનો છે. બિગ બોસ 14 (BiggBoss 14)નો પહેલો એપિસોડ 3 ઓક્ટોબરનાં પ્રસારિત થવાનો છે. મેકર્સ જ્યાં શોને હિટ બનાવવાં કોઇ કસર નથી છોડવાં માંગતા ત્યાં ફેન્સ શોમાં શામેલ થનારા કંટેસ્ટંટ્સ અંગે ઘણાં જ એક્સાઇટેડ છે. આ વખતે કોરોના વાયરસ (coronaVirus)ને કારણ બિગ બોસનું ઘર ફિલ્મ સિટીમાં જ બનાવવામાં આવ્યું છે.


<br />શોનો પ્રીમયિર એપિસોડ 1 ઓક્ટોબરનાં સલમાન ખાન શૂટ કરવાનો છે. આ પહેલાંની બિગ બોસ 14ની કેટલીક તસવીરો સામે આવી છે. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર બિગ બોસનાં ઘરની કેટલીક તસવીરો સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પેજ Mr Khabri_official નામનાં પેજ પર આ તમામ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં ઘરની ઝલક જોવા મળે છે.


બેડરૂમ, વોશરૂમ, કેપ્ટન રૂમ અને લિવિંગ રૂમનો કાઉચ નજર આવે છે. સિલવર કલરનો સોફા નજર આવે છે. બેડરૂમથી લઇ બાથરૂમ સુધી તમામ સુવિધાઓ ઘણી જ આલિશાન છે.


સ્પોટબોયની ખબરની માનીયે તો, આ વર્ષે ઘરમાં નૈના સિંહ, જૈસ્મીન ભસીન, કરન પટેલ, નિશાંત મલકાની, એઝાઝ ખાન, રાહુલ વૈદ્ય, સારા ગુરપાલ, શગુન પાંડે, પ્રતીક સૈઝલપાલ અને જાન કુમાર સાનૂનું નામ ચર્ચાઇ રહ્યું છે. જોકે 3 ઓક્ટોબરનાં સ્પષ્ટ થઇ જશે કે આ શોમાં કોણ કોણ શામેલ થવાનું છે. આ વખતે શોનો ભાગ બનેલી કંટેસ્ટંટનાં કોવિડ-19 ટેસ્ટ ચોક્કસપણે થશે.