રિયાલિટી શો બિગ બૉસની સિઝન 13 ટૂંક સમયમાં જ શરૂ થવા જઇ રહી છે. આ શો 29 સપ્ટેમ્બરથી કલર્સ ટીવી પર લોન્ચ થશે. શોમાં આ સિઝનમાં પણ ઘણું બધુ હટકે હશે પણ શું નવાં ટ્વિસ્ટ હશે તે તો રિલીઝનાં દિવસે જ માલૂમ થશે. જ્યારે સલમાન ખાન સૌનું ઇન્ટ્રોડક્શન આપશે. અને શોમાં શું નવાં ટ્વિસ્ટ હશે તે પણ જાહેર કરશે. આ શો કલર્સ ટીવી પર 29 સપ્ટેમ્બરનાં રાજો રાત્રે 9 વાગ્યે ઓનએર થશે.