Home » photogallery » મનોરંજન » BIG BOSS: ઘરથી બહાર થતાં જ જસલીને અનૂપ જલોટા સાથેના સંબંધો નકાર્યા

BIG BOSS: ઘરથી બહાર થતાં જ જસલીને અનૂપ જલોટા સાથેના સંબંધો નકાર્યા

બિગ બોસના ઘરમાં જસલીન અને અનૂપ જલોટીની જોડીની જ સૌથી વધુ ચર્ચા હતી, હવે આ શોથી જસલીન પણ બહાર થઈ ચૂકી છે

  • 15

    BIG BOSS: ઘરથી બહાર થતાં જ જસલીને અનૂપ જલોટા સાથેના સંબંધો નકાર્યા

    બિગ બોસ 12ની કન્ટેસ્ટેંટ જસલીન મથારુ ઘરની બહાર થઈ ચૂકી છે. જસલીન જાણીતા ભજન ગાયક અનૂપ જલોટા સાથે પોતાના સંબંધોના કારણે ઘણી ચર્ચામાં આવી હતી. 65 વર્ષીય અનૂપ જલોટા અને 28 વર્ષીય જસલીનની લવ સ્ટોરીથી બધાં જ આશ્ચર્યમાં હતા.

    MORE
    GALLERIES

  • 25

    BIG BOSS: ઘરથી બહાર થતાં જ જસલીને અનૂપ જલોટા સાથેના સંબંધો નકાર્યા

    અનૂપ જલોટા અને જસલીન બિગ બોસના ઘરમાં રહેવા દરમિયાન ખુલ્લેઆમ પોતાના સંબંધોનો સ્વીકાર કરતાં હતાં. પરંતુ જવા અનૂપ જલોટા શોથી બહાર થયા તેઓએ મીડિયાને જણાવ્યું કે તેમના અને જસલીનની વચ્ચે પ્રેમ જેવું કંઈ જ નથી. અમે બંને બસ ગુરુ અને શિષ્ય છીએ. અનૂપની આ વાતથી સૌ હેરાન થઈ ગયા હતા. બીજી તરફ, જસલીને પણ બિગ બોસના ઘરથી બહાર થયા બાદ આ સંબંધોને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.

    MORE
    GALLERIES

  • 35

    BIG BOSS: ઘરથી બહાર થતાં જ જસલીને અનૂપ જલોટા સાથેના સંબંધો નકાર્યા

    જસલીને કહ્યું કે, તેમનો સંબંધ માત્ર મજાક હતો. આવું માત્ર દર્શકોને મનોરંજન માટે કરવામાં આવ્યું હતું. જસલીને મિડ-ડે સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે આ સીઝનની થીમ જોડી હતા તો મેં જ અનૂપજીને કહ્યું હતું કે આપણે શોમાં ગુરુ-શિષ્ટની જોડી તરીકે જઈશું, પરંતુ જ્યારે સલમાન ખાને ઓપનિંગ ડે પર અમે બંનેને દર્શકોને મેળવ્યા તો મેં મજાકમાં કહ્યું કે અનૂપજી અને હું છેલ્લા 3 વર્ષથી સાથે છીએ. ત્યારબાદ હું ઘરમાં પણ આ સંબંધને લઈ આવું જ નાટક કરતી રહી.

    MORE
    GALLERIES

  • 45

    BIG BOSS: ઘરથી બહાર થતાં જ જસલીને અનૂપ જલોટા સાથેના સંબંધો નકાર્યા

    સોશિયલ મીડિયા પર પોતાના અને અનૂપ જલોટાના સંબંધોને લઈને થઈ રહેલા મજાક પર વાત કરતાં જસલીને કહ્યું કે, મને નહોતી ખબર કે આ મુદ્દો આટલો વધી જશે. હું ઘરથી બહાર આવ્યા બાદ આ વિશે વાંચી રહી છું અને સાંભળી પણ રહી છું કે લોકોએ મને અને અનૂપજીના સંબંધોને લઈ શું શું કહ્યું છે. જસલીનના આ નિવેદન પર હવે જોવાનું રહેશે કે સોશિયલ મીડિયા પર કેવું રિએક્શન આવે છે.

    MORE
    GALLERIES

  • 55

    BIG BOSS: ઘરથી બહાર થતાં જ જસલીને અનૂપ જલોટા સાથેના સંબંધો નકાર્યા

    ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહે બિગ બોસના ઘરથી બે લોકો બેઘર કરવામાં આવ્યા છે. જસલીનની સાથે મેઘા ધાડેને પણ ઘરથી બહાર કરી દેવામાં આવી છે. હવે ઘરમાં માત્ર 8 પ્રતિયોગી જ બચ્યા છે. આવનારા દિવસોમાં ઘરમાં રહેવા માટે ઘરવાળાઓની વચ્ચે પણ ઘર્ષણ જોવા મળી શકે છે.

    MORE
    GALLERIES