સલમાન ખાન (Salman Khan) આ વિકેન્ડમાં બિગ બોસમાં (Big Boss) વિકેન્ડ કા વારમાં દેખાયા નથી. શું સલમાનનો કોન્ટ્રાક્ટ પૂરો થવાને કારણે સલમાન બિગ બોસ હોસ્ટ કરવા નથી આવી રહ્યા ? કે પછી તેની પાછળ બીજુ જ કોઈ કારણ જવાબદાર છે. આવા ઘણાં પ્રશ્નો દર્શકોના મનમાં ઉઠી રહ્યા છે. ત્યારે પ્રેક્ષકોને આ વાત જાણવામાં ખૂબ રસ પડશે કે શું સલમાન ખાનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો કે પછી અન્ય કોઈ કારણ છે
[caption id="attachment_1034576" align="alignnone" width="1200"] પણ તમે બીજુ કંઈ વિચારો તે પહેલા અમે તમને જણાવી દઈએ કે સલમાન વરૂણ ઘવન અને નતાશા દલાલના લગ્નમાં હાજરી આપવા માટે અલીબાગ પહોંચ્યા હતા. સલમાનની હાજરી ન હોવાથી વિકેન્ડ કા વારમાં સિદ્ધાર્થ શુક્લા, રશ્મિ દેશાઈ, ટીના દત્તા, રાઘવ જુયલ, હર્ષ લિંબાચિયા શોના મહેમાન બન્યા. સિદ્ધાંત કન્ટેસ્ટન્ટ્સને બિગબોસના ઘરમાં તેમના વર્તન માટે સમજાવતા જોવા મળ્યા. સભ્યો પોતાના કમ્ફર્ટ ઝોનમાં ન રહે તેનું બિગબોસ ધ્યાન રાખે છે માટે તેમને કેટલીક નવી પ્રવૃત્તિઓ અને પડકારો આપવામાં આવ્યા. સોનાલી ફોગાટને શોમાંથી બહાર કરવામાં આવી.</dd> <dd>[/caption]
[caption id="attachment_1019690" align="alignnone" width="474"] સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રીથી સભ્યો ઘણાં ખુશ લાગી રહ્યા હતા. અર્શીએ તેને અમેઝિંગ મર્દ કહ્યો. સિદ્ધાર્થ બિગબોસના ચાહકો તરફથી ઘણાં સારા ફીડબેક અને પ્રશ્નો લઈને આવ્યો હતો. પણ આ પ્રશ્નો થોડા કડવા અને ટુ ધ પોઈન્ટ હતા. રાહુલને પુછવામાં આવ્યું કે તે કેમ હંમેશા અભિનવની પ્રતિભા પર શંકા કરે છે અને પોતે હજુ જીવવા માટેની સક્ષમતા પુરવાર કરી શક્યો નથી. જેના જવાબમાં રાહુલે કહ્યું કે અભિનવ પહેલા એકદમ ચૂપ રહેતો હતો અને કોઈ સ્ટેન્ડ લેતો નહોતો.</dd> <dd>[/caption]