કૌન બનેગા કરોડપતીની 11મી સિઝન ટૂંક સમયમાં શરૂ થશે. આ અંગે અમિતાભ બચ્ચને પોતે જાહેરાત કરી છે. તેમણે તેમનાં ટ્વિટર પેજ પર જાહેરાત કરતાં લખ્યું છે કે, 'આદર આદાબ અભિનંદન આભાર! હું અમિતાભ બચ્ચન પ્રસ્તુત કરવા જઇ રહ્યો છું. આ વર્ષ 2019નું નવું અભિયાન. કૌન બનેગા કરોડપતિ. KBC! ટૂંક સમયમાં આપનાં ઘરમાં'