આજે બિગ બી અને રિશિ કપૂરે ફિલ્મ '102 નોટ આઉટ' નું તેમનું સોન્ગ 'બડૂમ્બા' લોન્ચ કર્યુ ફિલ્મની આ ઇવેન્ટ પર બિગ બી અને રિશિ કપૂર કો-એક્ટર્સ નહીં પણ સારા મિત્રોનાં રૂપમાં નજર આવ્યા આ ફિલ્મની ટીમે મીડિયા સાથે વાતચીત કરી અને ખુબ હસી મજાક પણ કરી. આ ફિલ્મને ઉમેશ શુક્લાએ ડિરેક્ટ કરી છે. મીડિયા માટે પોઝ આપતા બિગ બી, ફિલ્મમાં તેઓ 102 વર્ષનાં વૃદ્ધનાં કિરદારમાં નજર આવે છે. મીડિયા માટે પોઝ આપતા રિશી કપૂર, ફિલ્મમાં તે 75 વર્ષનાં બિગ બીનાં દિકરાનાં કિરદારમાં નજર આવે છે.