દીપિકા ખુમાન : દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધુમથી ઉજવવામાં આવ્યો ત્યારે બોલિવુડ સ્ટાર્સે પણ ધમાકેદાર દિવાળીનું સેલિબ્રેશન કર્યુ હતું જાણીતા પ્રોડ્યૂસર આનંદ પંડિતે પોતાના ઘરે દિવાળીની પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. જેમા બોલિવુડના બિગ બી અમિતાભથી લઈને ખેલાડી અક્ષય કુમાર સહિત સેલિબ્રિટી જોવા મળ્યા હતા. '
આનંદ પંડિત બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં માઈલસ્ટોન પર્સાનાલીટી : આનંદ પંડિત બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ પ્રોડ્યુસર ફિલ્મ ડીસ્ટ્રીબ્યુટર હોવા સાથે રિયલ એસ્ટેટ ડેવલપર પણ છે. તેમનું પોતાનું આનંદ પંડિત મોશન પિકચર્સ ફિલ્મ સ્ટુડિયોઝ છે. જેનાં થકી વર્ષ 2019માં ટોટલ ધમાલ, 2018માં મીસિંગ, 2018માં સરકાર 3, 2016માં ગ્રેટ ગ્રાન્ડ મસ્તી સહિતની ફિલ્મો પ્રોડ્યુસ અને ડિસ્ટ્રીબ્યુટ કરી છે.
અમિતાભ સાથે આનંદ પંડિતની ગાઢ મિત્રતા : બોલિવૂડમાં અનેક ફિલ્મોને પ્રોડ્યુસ કરનાર આનંદ પંડિત વાસ્તવમાં અમદાવાદના વતની છે. અમદાવાદના થિયેટર્સમાં તેઓ અમિતાભ બચ્ચનની ફિલ્મો જોવા જતાં હોવાનું તેમણે સ્વીકાર્યુ હતું. પહેલી વાર ‘ફક્ત મહિલાઓ માટે‘ બોલીવુડના વિખ્યાત પ્રોડ્યુસર આનંદ પંડિત તેમના બેનર ‘આનંદ પંડિત મોશન પિક્ચર્સ’ હેઠળ બનાવી રહ્યા છે.ફિલ્મમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચને કેમિયો કર્યો હતો ફિલ્મમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ગુજરાતીમાં અભિનય કરવાની સાથે ડાયલોગ્સ બોલતા હોય એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે માઈલસ્ટોન ઘટના છે. ફિલ્મના શૂટિંગ બાદ અમિતાભ બચ્ચને તેમના બ્લૉગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લખ્યું હતું કે ‘નો કવેશ્ચન્સ આસ્કડ, નો આન્સર ગીવન. ડિડ ફોર અ ફ્રેન્ડ’. એટલે કે નથી મેં કોઈ સવાલો કર્યા, નથી મને કોઈ જવાબો અપાયા. મેં મિત્ર માટે આ ફિલ્મ કરી છે એટલે કે આનંદ પંડિત સાથેની મિત્રતાને કારણે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાનું પસંદ કર્યું હતું.