સલમાન ખાન (Salman Khan)ની ફેન ફોલોઇંગ આખી દુનિયામાં છે. આજે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' (Radhe Your Most Wanted Bhai) રિલીઝ થવાની છે. ઇદનાં સમયે સલમાને ફેન્સ માટે ખાસ ગિફ્ટ આપી છે. પણ આ ફિલ્મ સાથે જોડાયેલાં એક ખાસ કેરેક્ટર અંગે આજે વાત કરીએ.. તેની રિયલ લાઇફની કહાની પણ ઘણી જ દિલચસ્પ છે. ક્યારેક સલમાનની સાથે સેલ્ફી લેવા આવનારા એક ફેનને સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કરવાની તક મળી ગઇ છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ સંગે શેલ્ત્રિમ (Sangay Tsheltrim)ની. જે ભૂટાનનો રહેવાસી છે.
સંગે સલમાન ખાનનો મોટો ફેન છે અને બાળપણથી જ તે તેને ફોલો કરતો હતો. સંગેનું કહેવું છએ કે, જ્યારે સલમાનની ફિલ્મ 'મેને પ્યાર કિયા' આવી હતી. ત્યારે તે ફક્ત 7 વર્ષનો હતો. સંગેએ સલમાનની સાથે તેની મુલાકાત પર વાત કરતાં જણાવ્યું હતું કે, 2019માં તે મુંબઇ આવ્યો હતો. આ સમયે તેનાં એક મિત્રએ તેને સલમાન ખાન સાથે 'દબંગ 3'નાં સેટ પર મળાવ્યો હતો.
અમે બંને જ બોડી બિલ્ડર છીએ તેથી આ મુદ્દે અમારી વાતચીત થઇ હતી. પણ આ મુલાકાત બાદ સંગે પરત તેનાં દેશ ભૂટાન ચાલ્યો ગયો હતો. એક દિવસ તેનાં મિત્રનો મુંબઇથી ફોન આવ્યો કે, સમલાન ખાને તને યાદ કર્યો છે અને તને મળવાં માંગે છે. જોકે, મને ફોન પર જ કહી દેવામાં આવ્યું હતું કે, મને સમલાન ખાનની ફિલ્મ 'રાધે'માં એક રોલ મળવાનો છે. ભૂટાનનાં રહેવાસી સંગે માટે આ કોઇ સપનાથી કમ ન હતું. કારણ કે, જે સ્ટારનો તે ફેન છે તે આજે તેની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાં માંગે છે.