અનુરાગ શ્રીવાસ્તવ/ભોપાલ: ભોપાલનાં નવાબની સંપત્તિ મામલે ફિલ્મ એક્ટ્રેસ શર્મિલા ટાગોર અને સૈફ અલી ખાન સહિત પરિવારનાં તમામ વારીસોને નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે ચિકલોદ ક્ષેત્રની જમીનનો છે. આ વિસ્તારનાં એક ડઝનથી વધુ ગામમાં 4000 એકર જમીનની સીલિંગ કરવામાં આવી છે. તે મામલે નવાબનાં પરિવારનાં તમામ વારિસોનો નોટિસ ફટારવામાં આવી છે. વારકિસોને 20 જુલાઇનાં કોર્ટમાં પોતાનો પક્ષ મુકવાનો રહેશે.
જે લોકોને નોટિસ આપવામાં આવી છે તેમાં સ્વ. નવાબ મંસૂર અલી ખાં પટોડીનાં વારિસ શર્મિલા ટાગોર, સૈફ અલી ખાન, સોહા અલી ખાન અને સબાની સાથે જ પટોડીની બહેન અને તેમનાં બાળકોને પણ પાર્ટી બનાવવામાં આવી છે. તમામને 20 જુલાઇનાં કોર્ટમાં હાજર થઇને પોતાનો પક્ષ મુકવા કહેવામાં આવ્યું છે. બાફના ગ્રુપે આ જમીન ખરીદી લીધી છે.
શું છે વિવાદ- આશે 2 વર્ષ પહેલાં ભોપાલ સીહોર, રાયસેન જિલ્લામાં 4 હજાર એકર જમીનનો મામલો સામે આવ્ય હતો જે બાદ તત્કાલીન અપર આયુક્ત રાજેશ જૈને વર્ષ 1971નાં રાજસ્વ રેકોર્ડ શોદ્યો હતો. વર્ષ 1961માં સીલિંગ એક્ટ આવ્યો હતો. તેમાં નક્કી પ્રાવરધાન મુજબ જેની પાસે 54 એકરથી વધુની જમીન હતી. તેને આ દાયરામાં લાવવામાં આવ્યા હતાં. આ હેઠળ ભોપાલ નવાબની 133 અંગત પ્રોપ્રટીને છોડીને તમામ આ એક્ટ હેઠળ દાયરામાં લઇ લેવામાં આવી હતી. ઓફીસરોની ભૂલને કારણે કેટલીક જમીનો સરકારનાં રેકોર્ડમાં દાખલ નહોતી થઇ. જેમાં ભોપાલની આ જમીન પણ શામેલ છે. આ સંપત્તિને સીલિંગનાં દાયરામાં લાવવાની હતી. લાંબા સમયથી ચાલી રહેલાં આ વિવાદને લઇને ફરી એક વખત નોટિસ જારી કરવામાં આવી છે અને હવે નવાબ પરિવારનાં વારિસોને 20 જુલાઇનાં કોર્ટમાં પોતાનો પક્ષ મુકવાનો રહેશે.