ભોજપુરી અભિનેત્રી (Bhojpuri Actress) રાની ચેટર્જી (Rani Chatterjee)એ પોતાની નવી કારનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને ખુશખબર આપી છે કે તેણે નવી મર્સિડીઝ ખરીદી છે. હવે આ લિસ્ટમાં અભિનેત્રી શુભી શર્મા (Shubhi Sharma) પણ જોડાઈ ગઈ છે. રાનીએ રેડ કલરની મર્સિડીઝ ખરીદી તો શુભીએ પણ બ્લેક મર્સિડીઝ ખરીદી. ઈન્સ્ટાગ્રામ પર કારનો ફોટો શેર કરીને તેણે ફેન્સને ખુશખબર આપી છે. આવી સ્થિતિમાં અમે તમને ભોજપુરીના એવા સ્ટાર્સ વિશે જણાવી રહ્યા છીએ જેઓ લક્ઝરી વાહનોના શોખીન છે.